Viral Post : શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. ગયા વર્ષે તે તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પુત્ર આર્યન ખાનને (Aryan Khan) લઈને વધુ ચર્ચામાં રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ શાહરૂખે પુત્ર આર્યન ખાનને જેલમાંથી બહાર કાઢવા તમામ પ્રયત્નો કરતા જોવા મળ્યો હતો.અંતે એક મહિના બાદ આર્યનને જામીન મળ્યા હતા.
આથી,પૂત્રના ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ ખાન લાઈમલાઈટ અને સોશિયલ મીડિયાથી દૂર હતો. પરંતુ હવે મહિનાઓ પછી શાહરૂખે સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી છે. આ એડ પોસ્ટ હોવા છતાં પણ શાહરૂખની વાપસીથી ફેન્સ ખૂબ જ ખુશ છે. ચાહકો આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ દિવસોમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણના (Pathan) શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના સેટ પરથી શાહરૂખની ઘણી તસવીરો સામે આવી છે. આ ફિલ્મમાં શાહરૂખ એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને જોઈને ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.પઠાણ સિવાય શાહરૂખ ખાન પણ ડિરેક્ટર એટલીની ફિલ્મમાં જોવા મળશે. જોકે, ફિલ્મના નામ અને તેની સ્ટોરી વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેમાં તેણે વામનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં શાહરૂખની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ રોલમાં હતા. ફિલ્મની આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં ઝીરોને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નહોતો અને આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.
આ પણ વાંચો : Video : પોતાના ડ્રાઈવરના મૃત્યુથી દુઃખી થયો વરુણ ધવન, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ