AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Kakkar ને ટ્રેડિશનલ લુકમાં જોતાં ચાહકોના ‘દિલ કો કરાર આયા’, શું થશે રોહનપ્રીતની હાલત

નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાનો મજેદાર વીડિયો અને બોલ્ડ પિક્ચર્સ શેર કરતી રહે છે. નેહાએ આજે ​​એક ટ્રેડિશનલ અવતારમાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે

Neha Kakkar ને ટ્રેડિશનલ લુકમાં જોતાં ચાહકોના 'દિલ કો કરાર આયા', શું થશે રોહનપ્રીતની હાલત
Neha Kakkar
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 13, 2021 | 4:16 PM
Share

બોલિવૂડ સિંગર નેહા કક્કર (Neha Kakkar)નું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. નેહાના ગીતો તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાનો મજેદાર વીડિયો અને બોલ્ડ પિક્ચર્સ શેર કરતી રહે છે. નેહાએ આજે ટ્રેડિશનલ અવતારમાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી ચાહકો તેમના દિવાના થઈ ગયા છે.

નેહા કક્કરે તેમના ગીત દિલ કો કરાર આયા પર ક્યૂટ એક્સપ્રેશન વાળો વીડિયો બનાવ્યો છે. નેહાના એક્સપ્રેશન તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. નેહાએ વીડિયો શેર કરતી વખતે લખ્યું – દિલ કો કરાર આયાને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ખૂબ આભાર.

અહીં જુઓ નેહા કક્કરનો વીડિયો

આ વીડિયોમાં નેહા ગ્રીન કલરનો સૂટ પહેરીને અને બિંદી લગાવેલી જોવા મળી રહી છે. થોડા કલાકોમાં તેમનો આ વીડિયો લગભગ 5 લાખ લોકોએ લાઈક કર્યો છે. નેહાનાં આ વીડિયો પર એક ચાહકે કમેન્ટ કરી- શાનદાર. તે જ સમયે, કેટલાક તેમના વીડિયો પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે દિલ કો કરાર આયા ગીત સિદ્ધાર્થ શુક્લા અને નેહા શર્મા પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતને રિલીઝ થયાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ તેને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ગીત નેહા કક્કર, યાસીર દેસાઈએ ગાયું છે.

બર્થડે કર્યો સેલિબ્રેટ

નેહા કક્કરે તાજેતરમાં તેમનો 33 મો જન્મદિવસ ઉજવ્યો હતો. નેહાના જન્મદિવસ પર રોહનપ્રીતે ( Rohanpreet Singh ) ખાસ રીતે પોસ્ટને શેર કરી હતી. તેમણે નેહાને ગળે લગાવતી વખતેનો ફોટો શેર કર્યો હતો.

રોહને પોસ્ટમાં નેહાની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું- મારી રાણી આજે તમારો જન્મદિવસ છે. મારે કહેવું છે કે જેટલી સંભાળ મે તમારી હજી સુધી કરી છે, હવે પછીના દરેક દિવસે હું આનાથી વધારે સંભાળ કરીશ. તમે મને દરેક રીતે ખૂબજ પ્રિય લાગો છો. હું વચન આપું છું કે હું તમને દરેક ખુશી આપીશ. હું તમારા પતિ હોવાનો ગર્વ અનુભવું છું. જન્મદિવસ મુબારક મારો પ્રેમ.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નેહા કક્કર ઈન્ડિયન આઇડોલ 12 માં જ્જ તરીકે જોવા મળી રહ્યા છે. જોકે નેહાએ કેટલાક દિવસોથી શોથી દુરી બનાવી રાખી છે. તાજેતરમાં જ તેમનું પતિ રોહનપ્રીત સાથેનું ગીત ખડ તેનુ મેં દસ્સા રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત નેહાના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">