Samantha Weight Lifting : 80 કિલો વજન ઉઠાવીને સામંથાએ પોતાના માટે સેટ કર્યો નવો રેકોર્ડ
સામંથાએ પોતાની ફિટનેસ સાથે જોડાયેલ એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યુ છે.
સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) માત્ર તેના અભિનય અને સુંદરતાથી જ લાખો દિલો પર રાજ નથી કરતી. તેની ફિટનેસ પણ તેના ચાહકોને ખૂબ પ્રભાવિત કરે છે. હવે સામંથાએ પોતાની ફિટનેસ સાથે જોડાયેલ એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યુ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સાઉથ સેન્સેશન જિમની અંદર સરળતાથી હેવી વેઈટ (80 Kg Weight) ઉપાડતી જોવા મળી રહી છે. જે બાદ તેના ફેન્સ તેને આ એક્ટ પર ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે.
સામંથા રૂથ પ્રભુએ પુષ્પામાં કરેલા આઈટમ નંબર માટે ચર્ચામાં છે. અભિનેત્રીના આ ગીતને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર 75 કિલો, 78 કિલો અને 80 કિલોના ડેડલિફ્ટિંગના નવા વીડિયો શેર કર્યા છે. જેનું કેપ્શન છે ‘Hello 75 I miss you’. આ વીડિયોમાં તેનો જીમ ટ્રેનર તેને પ્રોત્સાહિત કરતો જોવા મળી રહ્યો છે.
ભારે વજન સાથે અભિનેત્રીનું સમર્પણ જોવા જેવું છે. હવે સોશિયલ મીડિયા પર આ અવતાર જોયા પછી અટકળો શરૂ થઈ ગઈ છે કે આ બધી મહેનત કોઈ પ્રોજેક્ટ માટે તો નથી ને? અને જો હા, તો સામંથા તેના ચાહકો માટે કંઈક ખાસ લઈને આવવા જઈ રહી છે. પરંતુ તેનો વર્કઆઉટ વીડિયો ચોક્કસપણે સાબિત કરે છે કે તે સુપર બોસ લેડી છે.
સામંથા રૂથ પ્રભુએ થોડા દિવસ પહેલા જ તેના પતિ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા હતા. બંનેના છૂટાછેડાના સમાચારથી ચાહકો ખૂબ જ દુખી હતા. સામંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અલગ થવાની માહિતી આપી હતી. સામંથા અને નાગાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. સામંથાએ સોશિયલ મીડિયા પર તેના એકાઉન્ટમાંથી તેની સરનેમ હટાવી દીધી હતી, ત્યારબાદ તેમના અલગ થવાના સમાચાર સામે આવવા લાગ્યા હતા.
છૂટાછેડા પછી અભિનેત્રી ઘણી ટ્રોલીંગનો શિકાર બની હતી. જોકે તેણે પોતાની પોસ્ટ દ્વારા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રી આ દિવસોમાં પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. તે જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. આ સિવાય અભિનેત્રીએ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ સાઈન કરી છે. ફિલ્મના ગીત ‘Oo Antava Oo Oo’એ જબરદસ્ત ધૂમ મચાવી છે.
આ પણ વાંચો –
Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
આ પણ વાંચો –