Samantha Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે સામંથા અક્કીનેની, ઓટીટી પ્લેટફોર્મ પર રાખી ચુકી છે પગ

સામંથા અક્કીનેની (Samantha Akkineni) એ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તે નાગા ચૈતન્ય (Naga Chaitanya) સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. પરંતુ હવે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

Samantha Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે સામંથા અક્કીનેની, ઓટીટી પ્લેટફોર્મ પર રાખી ચુકી છે પગ
Samantha Akkineni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 10:43 PM

સાઉથની અભિનેત્રી સામંથા અક્કીનેની (Samantha Akkineni)ને કોઈ પરિચયની જરૂર નથી. તે સાઉથની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને હવે ટૂંક સમયમાં તે બોલીવુડમાં પણ પગ મુકી શકે છે. અહેવાલો અનુસાર સામંથાએ 60થી વધુ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. સામંથાએ આજે ​​પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)થી અલગ થયાની માહિતી દરેકને આપી છે, ત્યારબાદ તે હેડલાઈન્સનો ભાગ રહી છે.

સામંથા અને નાગાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ કેટલાક મતભેદોને કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ ખૂબ જ ઓછા સમયમાં ઉદ્યોગમાં નામ અને ખ્યાતિ મેળવી છે. ચાલો આજે તમને સામંથાની નેટવર્થ વિશે જણાવીએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સામંથા અક્કીનેની નેટવર્થ

એક અહેવાલ અનુસાર સામંથાની નેટવર્થ 80 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમણે આ કમાણી અભિનય, મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કરી છે. તે ઈન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક છે. ચેરિટી અને સામાજિક કાર્યની વાત આવે ત્યારે સામંથા હંમેશા આગળ હોય છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સામંથા એક ફિલ્મ કરવા માટે 3 કરોડ ફી લે છે.

સામંથા અક્કીનેનીનું ઘર

હૈદરાબાદમાં સામંથાનું પોતાનું લગ્ઝરી ઘર છે. તેમનું ઘર અન્ના પૂર્ણા સ્ટુડિયો જ્યુબિલી હિલ્સમાં છે. આ સિવાય દેશના ઘણા શહેરોમાં તેમની મિલકતો છે.

લગ્ઝરી કારનો છે શોખ

સામંથાને લગ્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેમની પાસે BMW 3 સીરીઝ, BMW X5 અને જૈગુઆર વાહનો છે.

સામંથાની કારકિર્દી

સામંથાએ વર્ષ 2010માં ફિલ્મ યા યા માયા ચેસવેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી દર વર્ષે તેમની 3-4 ફિલ્મો રીલીઝ થતી હતી. એક બહેતરીન અભિનેત્રી હોવા ઉપરાંત, તે એક ફેશનિસ્ટા પણ છે. તે પોતાની ડ્રેસિંગ સેન્સથી દરેકનું ધ્યાન ખેંચે છે. પછી તે ભારતીય હોય કે વેસ્ટર્ન ડ્રેસ હોય.

તમને જણાવી દઈએ કે સામંથાએ ડિજિટલ પ્લેટફોર્મ પર પગ રાખી ચુકી છે. તેમણે વેબ સીરીઝ ધ ફેમિલી મેન 2 સાથે ઓટીટી પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો હતો. આ શ્રેણીમાં સામંથાનો અભિનય ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને બધાએ તેમના ખૂબ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો :- Big News: સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યે છુટાછેડા લેવાનો કર્યો નિર્ણય, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

આ પણ વાંચો :- Naga Chaitanya Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે નાગા ચૈતન્ય, લગ્ઝરી બાઈકનો છે શોખ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">