શું સામંથા સલમાન ખાનની ગર્લફ્રેન્ડ છે ? હોલિવૂડ એક્ટ્રેસ સામંથાએ સલમાન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન

શું સામંથા સલમાન ખાનની ગર્લફ્રેન્ડ છે ? હોલિવૂડ એક્ટ્રેસ સામંથાએ સલમાન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન
Samantha lockwood and Salman Khan Relationship

પનવેલના ફાર્મહાઉસમાં યોજાયેલી સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સામંથા જોવા મળી હતી. 'શૂટ હીરો' ફિલ્મની અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે પહેલા પણ સલમાનને મળી હતી અને તે પાર્ટીમાં માત્ર સલમાનને જ ઓળખતી હતી.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 10, 2022 | 3:38 PM

બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) કરિયર સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેતા હોલીવુડ અભિનેત્રી સામંથા લોકવુડ (Samantha Lockwood)સાથે જોવા મળ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે આ અભિનેત્રી સલમાનની ગર્લફ્રેન્ડ છે. ત્યારે આ સંબધને લઈને સામંથા લોકવુડે આખરે મૌન તોડ્યુ છે.

તમને જણાવી દઈએ કે, સામંથા પનવેલના ફાર્મહાઉસમાં (Panwel Farm House) યોજાયેલી સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. ‘શૂટ હીરો’ ફિલ્મની અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે પહેલા પણ સલમાનને મળી હતી અને તે પાર્ટીમાં માત્ર સલમાનને જ ઓળખતી હતી.

સામંથાએ સલમાનની ગર્લફ્રેન્ડ હોવાની વાતને ગણાવી અફવા

હોલિવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડે કહ્યુ કે, તે એક સારો વ્યક્તિ છે,પણ મને સમજાતું નથી કે લોકો આ બધું ક્યાંથી અને કેવી રીતે સમજી લે છે. તેણે વધુમાં કહ્યુ કે સલમાન અભિનીત ‘સુલતાન’ બોલિવૂડની મારી ફેવરિટ ફિલ્મોમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે, જન્મદિવસ ઉપરાંત જયપુરમાં યોજાયેલ એક સામાજિક કાર્યક્રમ દરમિયાન પણ સામંથા લોકવુડ સલમાન અને શમિતા સાથે જોવા મળી હતી.

ટૂંક સમયમાં હોલિવુડ એક્ટ્રેસ સામંથા બોલિવૂડમાં કરશે ડેબ્યૂ

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે હું માત્ર સલમાનને જ નથી મળી, હું હૃતિક રોશનને પણ મળી હતી. પરંતુ લોકોએ મારા અને હૃતિક રોશનને વિશે કશું કહ્યું નહીં. સલમાન ખાનની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલ તે આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ પર કામ કરી રહ્યો છે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં કેમિયો રોલ કરતી જોવા મળશે. ‘ટાઈગર 3’ પછી તે ‘કભી ઈદ કભી દિવાલી’ પર કામ શરૂ કરશે. આ સિવાય ડાયરેક્ટર અનીસ બઝમી ફિલ્મ ‘નો એન્ટ્રી 2’માં ટ્રિપલ રોલ કરતા જોવા મળશે. અહેવાલો અનુસાર,હોલિવુડ એક્ટ્રેસ સામંથા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: Net Worth : બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન છે કરોડોની સંપતિના માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati