જૈકલીન ફર્નાન્ડિઝે પ્રાઈવેટ ફોટા લીક થવા પર કહી મોટી વાત, કહ્યું કે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું, આવું ન કરો

જૈકલીન ફર્નાન્ડિઝે પ્રાઈવેટ ફોટા લીક થવા પર કહી મોટી વાત, કહ્યું કે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું, આવું ન કરો
Jacqueline Fernandez

બૉલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને ઠગ સુકેશ ચંદ્રશેખરની એક તસ્વીર ઝડપથી વાયરલ થઈ રહી છે. જે બાદ હવે એક્ટ્રેસે હવે લાંબી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 10, 2022 | 6:59 AM

બોલિવૂડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અગાઉ ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) અને તેની સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસના કારણે ચર્ચામાં રહી હતી, પરંતુ આજે તેની વધુ એક ખાનગી તસ્વીર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બની છે. આ ફોટામાં સુકેશ તેને કિસ કરી રહ્યો છે અને તેના ગળા પર લવ બાઈટ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.

ફોટો વાયરલ થતાંની સાથે જ અભિનેત્રી ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગી અને તેના વિશે દરેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. આ પછી એક્ટ્રેસે હવે ઇન્સ્ટાગ્રામ પર હાથ જોડીને એક પોસ્ટ શેર કરી છે અને તેના પ્રાઇવેટ ફોટાને સર્ક્યુલેટ ન કરવાની અપીલ કરી છે. તે અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

જૈકલીન ફર્નાન્ડીઝે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ દેશ અને તેના લોકોએ હંમેશા તેને પ્રેમ અને સન્માન આપ્યું છે. આમાં તેના કેટલાક મીડિયા મિત્રોનો પણ સમાવેશ થાય છે, જેમની પાસેથી તેણે ઘણું શીખ્યું છે. અભિનેત્રીએ લખ્યું, ‘હું અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છું. હું મીડિયા મિત્રોને વિનંતી કરું છું કે આવા ફોટા પ્રસારિત ન કરો. જે ખાનગી હોય અને મારી ગોપનીયતામાં દખલ કરતા હોય. તમે તમારા નજીકના લોકો સાથે આવું નહીં કરતા હોય. આશા છે કે ન્યાય મળશે. આભાર.’

નોંધનીય છે કે,જૈકલીન હંમેશા કહેતી હતી કે સુકેશ સાથે તેના કોઈ સંબંધ નથી. પરંતુ તે પોતે તેનો શિકાર બની છે, પરંતુ બંનેના ઘણા ખાનગી ફોટા સામે આવ્યા છે અને હવે વધુ એક ફોટો વાયરલ થયો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં જૈકલીને પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે 2017થી સુકેશના સંપર્કમાં છે. તેણે સ્વર્ગસ્થ જયલલિતાના પરિવાર સાથે પોતાનો પરિચય કરાવ્યો અને એ પણ કહ્યું કે તે સન ટીવીના માલિક છે. જણાવી દઈએ કે સુકેશે જૈકલીનને કરોડોની ગિફ્ટ આપી છે. જૈકલીન સિવાય સુકેશે નોરા ફતેહીને પણ મોંઘી ગિફ્ટ્સ આપી છે.

આ બંને એક્ટ્રેસ સિવાય સુકેશે શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટી સાથે પણ સંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે હરમન બાવેજાની આગામી ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે

આ પણ વાંચો :  MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati