Net Worth : બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન છે કરોડોની સંપતિના માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

હૃતિક રોશને ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી પોતાના બોલિવૂડ કરિયરની (Career) શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, અભિનયમાં ડેબ્યુ કરતા પહેલા જ અભિનેતાએ ડાન્સર (Dancer) તરીકે વિશ્વમાં સિદ્ધિ મેળવી હતી.

Net Worth : બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન છે કરોડોની સંપતિના માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે
Hrithik Roshan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:03 PM

Net Worth : હૃતિક રોશનની (Hrithik Roshan )ગણતરી બોલિવૂડના સૌથી પોપ્યુલર અભિનેતાઓમાં થાય છે. બોલીવુડ એક્ટર હૃતિક રોશન પોતાની એક્ટિંગ સિવાય ડાન્સિંગ માટે પણ ખુબ જાણીતા છે. એક્ટરે ‘ધૂમ’, ‘જોધા અખબર’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘કોઈ મિલ ગયા’, ‘સુપર 30’ અને ‘ક્રિશ’ જેવી ઘણી ફિલ્મોમાં (Film) કામ કર્યું છે.  આજે અભિનેતાના જન્મ દિવસે અમે તમને જણાવીશુ કે હૃતિકની (Hrithik Roshan Net Worth) નેટવર્થ કેટલી છે અને તેની પાસે કેટલા લક્ઝરી વાહનો છે.

આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ

તમને જણાવી દઈએ કે, હૃતિક રોશને ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી પોતાના કરિયરની (Career) શરૂઆત કરી હતી. અભિનયમાં ડેબ્યુ કરતા પહેલા જ અભિનેતાએ ડાન્સર (Dancer) તરીકે વિશ્વમાં સિદ્ધિ મેળવી હતી. તેની નેટવર્થની વાત કરીએ તો અભિનેતાની કુલ નેટવર્થ 370 મિલિયન છે, જે ભારતીય રૂપિયામાં 2745 કરોડ રૂપિયા જેટલી થાય છે. તેની માસિક આવકની વાત કરીએ તો તે લગભગ 20 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની વાર્ષિક આવક 260 કરોડની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે, Caknowledge.com વેબસાઇટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હૃતિક રોશનની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે, તે એક ફિલ્મ માટે તગડી રકમ લે છે. ઉપરાંત તે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે પરંતુ આ સિવાય તે જાહેરાતો (Advertisement) દ્વારા પણ મોટી કમાણી કરે છે. તેની પાસે લગભગ એક અબજનું ઘર પણ છે. હૃતિક રોશન પાસે બે લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. તે જુહુ-વર્સોવા લિંક રોડ મુંબઈમાં છે. તેની કિંમત લગભગ 97.50 કરોડ છે. આ સિવાય તેમની પાસે ફેરારી, વોલ્વો, ઓડી અને મર્સિડીઝ જેવા મોંઘા વાહનો પણ છે.

પોતાના અભિનય દ્વારા પોતાની ઓળખ બનાવી

હૃતિકના પિતા રાકેશ રોશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક છે અને કાકા રાજેશ રોશન(Rajesh Roshan)  પ્રખ્યાત સંગીત નિર્દેશક છે. ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં પણ હૃતિકે પોતાના અભિનયથી પોતાની અલગ ઓળખ બનાવી હતી. ‘ધૂમ 2’ કરીને તેને એક્શન હીરોનો ખિતાબ પણ મળ્યો હતો. તેણે ‘જોધા અકબર’ જેવી ફિલ્મ કરીને બોક્સની બહાર કામ કર્યું. બાદમાં તેની ‘સુપર 30’ ફિલ્મે ખુબ નામના મેળવી હતી. તે છેલ્લે એક્શન થ્રિલર ફિલ્મ ‘વોર’માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Happy birthday Hrithik Roshan: ‘કહો ના પ્યાર હૈ’થી નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મથી કરવાનો હતો ડેબ્યુ, જાણો અભિનેતા સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા

g clip-path="url(#clip0_868_265)">