AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિતેશ દેશમુખનું ઓટીટી ડેબ્યૂ, તમન્ના ભાટિયા સાથે Plan A Plan B માં કરશે ધમાલ

રિતેશ દેશમુખ અને તમન્ના ભાટિયા ટૂંક સમયમાં એક નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને સ્ટાર્સનું કહેવું છે કે આ ફિલ્મની વાર્તા ઘણી અલગ હશે.

રિતેશ દેશમુખનું ઓટીટી ડેબ્યૂ, તમન્ના ભાટિયા સાથે Plan A Plan B માં કરશે ધમાલ
Riteish Deshmukh, Tamannaah Bhatia
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:24 PM
Share

Web Series:  કોવિડ રોગચાળાને કારણે જ્યા એક તરફ થિયેટરો બંધ થયા હતા, ત્યાંજ આ સમયગાળા દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ્સને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘણા સ્ટાર્સે ઓટીટી તરફ પોતાનું વલણ અપનાવ્યું છે. હવે રિતેશ દેશમુખ (Riteish Deshmukh) પણ આ યાદીમાં જોડાઈ ગયા છે. રિતેશ ટૂંક સમયમાં ફિલ્મ પ્લાન એ પ્લાન બી (Plan A Plan B) માં જોવા મળશે જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રિતેશ સાથે તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) મુખ્ય ભૂમિકામાં છે. શશાંક ઘોષ (Shashanka Ghosh) ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શશાંક હાલમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) ની ફિલ્મ ફ્રેડી (Freddy) નું નિર્દેશન કરી રહ્યા છે. શશાંકે અગાઉ વીરે દી વેડિંગ (Veere Di Wedding) અને ખુબસુરત (Khoobsurat) જેવી ફિલ્મો બનાવી છે. પ્લાન એ અને પ્લાન બી ની વાર્તા રજત અરોરા (Rajat Arora) એ લખી છે જેણે અગાઉ વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ, ડર્ટી પિક્ચર, કિક અને ગબ્બર ઈઝ બેક જેવી ફિલ્મો માટે વાર્તાઓ લખી છે. આ ફિલ્મ દ્વારા રજત એક લેખક તેમજ નિર્માતા તરીકે કામ કરવા જઈ રહ્યો છે.

ફિલ્મમાં રિતેશ અને તમન્ના ઉપરાંત પૂનમ ઢિલ્લોન અને કુશા કપિલા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 190 દેશોમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. પ્લાન એ અને પ્લાન બી વિશે વાત કરતા શશાંકે કહ્યું, હું Netflix સાથે પ્લાન એ અને પ્લાન બી ની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે એક અલગ વાર્તા હશે જેમાં અસામાન્ય પાત્રો એકબીજા સામે ઉભા છે અને સાથે આમાં પ્રેમ પણ અલગ રીતે દર્શાવવામાં આવ્યો છે. હું દર્શકોને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને આશા રાખું છું કે દરેકને તે ગમશે.

આ ફિલ્મ વિશે રિતેશે કહી આ વાત

બીજી બાજુ, રિતેશે આ ફિલ્મ વિશે કહ્યું કે, હું પ્લાન એ અને પ્લાન બી નો ભાગ બનીને ખૂબ જ ખુશ છું, અને સાથે ઉત્સાહિત છું મારા ડિજિટલ ડેબ્યુને લઈને. શશાંક સર સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. મને સૌથી રોમાંચક લાગ્યું તે છે ફિલ્મની સ્ટોરી લાઈન અને આ અનએક્સપેક્ટેડ લવ સ્ટોરીની જર્ની.

View this post on Instagram

A post shared by Riteish Deshmukh (@riteishd)

શું બોલી તમન્ના

તમન્ના ભાટિયાએ કહ્યું, આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. આ ફિલ્મ સાથે સંબંધિત દરેક બાબત, પછી ભલે તેની વાર્તા હોય કે મારું પાત્ર, શરૂઆતથી જ મારું દિલ જીતી લીધું છે. તમન્નાએ તેના પાત્ર વિશે કહ્યું – હું ફિલ્મમાં મેચ મેકરની ભૂમિકા ભજવી રહી છું. હું બીજાઓને પ્રેમ વિશે કહું છું, પણ હું તેનાથી ખુબ દૂર છું. ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ મજા આવી હતી અમે બધા સેટ પર ખૂબ મસ્તી કરતા હતા. હું લોકોને આ અલગ વાર્તા બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

તમને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે માત્ર ફિલ્મની રિલીઝની રાહ છે. તમન્ના અને રિતેશ આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

આ પણ વાંચો :- Kareena Kapoor એ માલદીવમાં ઉજવ્યો સૈફ અલી ખાનનો જન્મદિવસ, તૈમુર અને જહાંગીર આ સ્ટાઇલમાં દેખાયા

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">