AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્ટ એટેકથી સાજા થયા બાદ Remo D’Souza એ કર્યું જિમ વર્કઆઉટ, જુઓ વાયરલ વીડિયો

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 09, 2021 | 5:59 PM
Share

કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડીસુઝા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને હવે તેમણે ફરી એક વખત તેની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દિધુ છે.

કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડીસુઝા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને હવે તેમણે ફરી એક વખત તેની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દિધુ છે. રેમો ડીસુઝાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળે છે.

વીડિયોમાં રેમો ડીસુઝા વેઇટ લિફ્ટિંગ કરતો જોવા મળી રહ્યા છે. તેણે માસ્ક પહેર્યું છે. રેમોએ આ વીડિયોને તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, “કમબેક હંમેશા પીછેહઠ કરતા વધારે મજબૂત હોય છે. આજથી તેની શરૂઆત થઈ. ધીરે ધીરે પરંતુ ચોક્કસ.” રેમો મેડિકલ પર્સનલ સાથે પણ જોવા મળે છે, જે તેમને સૂચના આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

રેમોના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે, પરંતુ એક પણ ટિપ્પણી દેખાઈ નથી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના કમેન્ટ્સ સેક્શનને બંધ કરી દીધું છે.

આપને જણાવી દઈએ કે રેમોને ગત વર્ષે ડિસેમ્બરમાં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં, રેમોએ જણાવ્યું હતું કે તે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, પત્ની લીઝેલ તેને હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં થોડા દિવસો સુધી તેની સારવાર કરવામાં આવી. આ દરમિયાન સલમાન ખાને લિજેલને ખૂબ જ મદદ કરી હતી. તે પોતે પણ હોસ્પિટલના ડોકટરોના સંપર્કમાં હતા અને રેમોની હાલત પર નજર રાખી રહ્યા હતા.

 

આ પણ વાંચો: 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય

આ પણ વાંચો: LICએ બંધ કરવામાંં આવેલી પોલિસીને ફરી શરૂ કરવાની આપી બીજી તક

Published on: Jan 09, 2021 05:57 PM
g clip-path="url(#clip0_868_265)">