AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LICએ બંધ કરવામાંં આવેલી પોલિસીને ફરી શરૂ કરવાની આપી બીજી તક

કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને, જીવન વીમા નિગમ (LIC) એ પોલિસીધારકોને તેમની પોલિસીને ફરી ચાલુ કરવાની તક આપી છે.

LICએ બંધ કરવામાંં આવેલી પોલિસીને ફરી શરૂ કરવાની આપી બીજી તક
LIC
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 09, 2021 | 5:43 PM
Share

કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને, જીવન વીમા નિગમ (LIC) એ પોલિસી ધારકોને તેમની પોલિસીને ફરી ચાલુ કરવાની તક આપી છે. જે કેટલાક કારણોસર વચ્ચે બંધ કરી દેવામાં આવી હતી. એલઆઈસીએ ગુરુવારે આવી પોલિસીને ફરી ચાલુ કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

એલઆઈસીએ બંધ કરેલી પોલિસીને શરુ કરવા માટે 7 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી વિશેષ અભિયાનની જાહેરાત કરી છે. આ અંતર્ગત, ગ્રાહકોને કેટલીક શરતો સાથે અકાળે બંધ થયેલી પોલિસીને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

એલઆઈસીએ તેની 1,526 સેટેલાઇટ ઓફિસોને આવી પોલિસીને ફરીથી શરૂ કરવા માટે સત્તા આપી છે, કે જેને ખાસ તબીબી પરીક્ષણોની જરૂર નથી. એલઆઈસીએ નિવેદનમાં જણાવ્યું છે કે, વિશેષ પુનર્જીવન અભિયાન અંતર્ગત, અમુક નિયમો અને શરતોવાળી વિશેષ પાત્ર યોજનાઓને પ્રીમિયમની ચુકવણી નહીં કરવાની તારીખથી પાંચ વર્ષમાં ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

પાત્રતા મુજબ આરોગ્ય સંબંધિત જરૂરિયાતો પર પણ થોડી છૂટ આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગની પોલિસીઓ માત્ર સારા સ્વાસ્થ્યની અને કોવિડ -19 પર પ્રશ્નોના આધારે શરૂ કરવામાં આવશે. એલઆઈસીએ 10 ઓગસ્ટથી 9 ઓક્ટોબર 2020 સુધી પણ તેના ગ્રાહકો માટે સમાન અભિયાન ચલાવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલિસી ધારકોને વિલંબ ફી પર 20 ટકા અથવા રૂ .2,000 નું છૂટ મળશે. તે જ સમયે, વાર્ષિક પ્રીમિયમ એક લાખથી ત્રણ લાખ રૂપિયા હશે તો 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો: 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય

આ પણ વાંચો: Twitter એ એકાઉન્ડ બંદ કર્યું તો ટ્રમ્પે રાષ્ટ્રપતિના એકાઉન્ટથી કાઢ્યો બળાપો, કહ્યું “પોતાનું પ્લેટફોર્મ બનાવીશ”

g clip-path="url(#clip0_868_265)">