સોશિયલ મીડિયા પર આગ પકડી રહ્યું છે પોલીસ ગ્રેડ પે આંદોલન, જાણો આ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું
સોશિયલ મીડિયા પોલીસ ગ્રેડ પેનું આંદોલન દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યું છે. પોલીસ કર્મચારીઓ સાથે હવે સામાન્ય લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે. ત્યારે જાણીએ કે આ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું.
પોલીસ ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલી રહ્યું છે. અભિયાન દિવસેને દિવસે વિશાળ બનતું જઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વાત અમારા ધ્યાને આવી છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે જરૂરી પરિબળો અંગે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓ અને સામાન્ય નાગરીકો પોલીસની માગને લઈને પોસ્ટ કરી રહ્યા છે. જેમાં તેમની માગ છે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના પોલીસકર્મીને ફરજોના કલાકો નક્કી કરવામાં નથી આવતા. પોલીસ કોન્સ્ટેબલને 2800 ગ્રેડ પે, હેડ કોન્સ્ટેબલને 3600 અને એએસસાઈને 4200 ગ્રેડ પે આપવાની માંગ છે. સાથે જ કામદારોની જેમ તેમના યુનિયનને પણ માન્યતા નથી આપવામાં આવતી. આવી માગને લઈને પોલીસકર્મીઓ હવે આકરા પાણીએ છે. સોશિયલ મીડિયા સહીત જમીન પર પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા.
આ સમગ્ર મામલે હર્ષ સંઘવીએ આખરે નિવેદન આપ્યું છે. અને કહ્યું છે કે વાત અમારા ધ્યાને આવી છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મંત્રીએ કહ્યું કે જે કોઈ વિષય અમારા ધ્યાને મુકવામાં આવે છે, તેમાં પોઝિટીવલી શું કરી શકાય તેના માટે બેઠકો બોલાવવામાં આવતી હોય છે. આ વિષય અમારા ધ્યાને છે. આ વિષયમાં શું છે અને શું નહીં, દરેક માહિતી લઇ રહ્યા છીએ.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો
આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વીજળી બચાવવી એ દેશની સેવા સમાન