‘Patthar Ke Phool’ના શુટિંગ દરમિયાન રવીના-સલમાનમાં થતી હતી ખૂબ લડાઈ, અભિનેતાએ સાથે કામ કરવાની કહી દીધી હતી ના

'Patthar Ke Phool'ના શુટિંગ દરમિયાન રવીના-સલમાનમાં થતી હતી ખૂબ લડાઈ, અભિનેતાએ સાથે કામ કરવાની કહી દીધી હતી ના
Raveena Tandon, Salman Khan

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન (Raveena Tandon)ની ડેબ્યૂ ફિલ્મ 'પથ્થર કે ફૂલ'માં સલમાન ખાન લીડ રોલમાં હતા. તેમણે કહ્યું કે આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન અને હું લડતા હતા.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Oct 28, 2021 | 10:49 PM

અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) તેમના સમયની બહેતરીન અભિનેત્રીઓમાંની એક હતી. અભિનેત્રીની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. તે આજે પણ તેમના ચાહકોના દિલમાં રાજ કરે છે. થોડા દિવસો પહેલા બોલિવૂડ ડીવાએ પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો. બોલિવૂડની મસ્ત-મસ્ત ગર્લે તાજેતરમાં જણાવ્યું હતું કે અભિનેતા સલમાન ખાન (Salman Khan) તેની ડેબ્યૂ ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ દરમિયાન ખૂબ લડતા હતા. રવિનાએ તેમને બ્રાટ્સ કહ્યા અને ખુલાસો કર્યો કે સલમાન ખાને કહ્યું હતું કે તે તેમની સાથે ફરી કામ નહીં કરે.

‘પથ્થર કે ફૂલ’ માટે બેસ્ટ ડેબ્યૂ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો

‘પથ્થર કે ફૂલ’ (Patthar Ke Phool)નું નિર્દેશન અનંત બલાવનીએ કર્યું હતું અને સલમાન ખાનના પિતા સલીમ ખાને ફિલ્મની વાર્તા લખી હતી. આમાં સલમાન એક પોલીસ ઓફિસરના રોલમાં હતા. જે રવિનાના પ્રેમમાં પડે છે. રવિના ગેંગસ્ટરની દીકરીનો રોલ કરતી હતી. આ ફિલ્મ માટે અભિનેત્રીને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

સલમાને કહ્યું- હું તેની સાથે કામ નહીં કરું

એક ઈન્ટરવ્યુમાં રવિનાએ કહ્યું કે અમે એક જ ક્લાસના બે બાળકોની જેમ લડતા હતા. હું સાડા 16 વર્ષની હતી અને સલમાન 23 વર્ષના હતા. સલમાન અને મારો સ્વભાવ એક સરખો હતો. અમે બંને એવી જગ્યાએ મોટા થયા છીએ, જ્યાં સલીમ કાકા અને મારા પિતા સાથે કામ કરતા હતા. આ એવું હતું કે અમે ઘરેથી ઝઘડા ચાલુ રાખ્યા હતા અને આખી ફિલ્મ દરમિયાન અમારી વચ્ચે ઝઘડા થયા હતા. આ દરમિયાન સલમાને કહ્યું હતું કે હું તેની સાથે કામ નહીં કરું. પરંતુ અમે અંદાજ અપના અપનામાં સાથે કામ કર્યું હતું.

અંદાજ અપના અપના (Andaz Apna Apna) 1994માં રાજકુમાર સંતોષ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન (Aamir Khan), પરેશ રાવલ (Paresh Rawal), કરિશ્મા કપૂર (Karisma Kapoor ), શક્તિ કપૂર (Shakti Kapoor) મુખ્ય ભૂમિકામાં હતા. તે એક કલ્ટ ફિલ્મ તરીકે ઉભરી આવી. આ સિવાય સલમાન અને રવિનાએ ‘કહીં પ્યાર ના હો જાયે’ (Kahin Pyaar Na Ho Jaaye)માં પણ કામ કર્યું છે. આ ફિલ્મ કે. મુરલીમોહન રાવે દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં રાની મુખર્જી (Rani Mukerji) પણ લીડ રોલમાં હતી.

રવિના KGF2માં જોવા મળશે

હાલમાં રવિના તેમના પરિવાર સાથે લોસ એન્જલસમાં રજાઓ માણી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રવિના ‘KGF ચેપ્ટર 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં યશ (Yash), સંજય દત્ત (Sanjay Dutt), પ્રકાશ રાજ (Prakash Raj) અને શ્રીનિધિ શેટ્ટી (Srinidhi Shetty) પણ છે. આ સિવાય અભિનેત્રી થ્રિલર શ્રેણી ‘આરણ્યક’થી ડિજિટલ ડેબ્યૂ કરશે. તેમાં આશુતોષ રાણા (Ashutosh Rana) પણ છે.

આ પણ વાંચો :- Allu Arjun દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી જોવાની કરી અપીલ, કરણ જોહરે તેમને કહ્યા રિયલ સુપરસ્ટાર

આ પણ વાંચો :- Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati