બોલિવૂડ બાદ હવે રણવીર સિંહનું હોલીવુડ તરફ પ્રયાણ, રોબર્ટ પેટિનસનની ટેલેન્ટ એજન્સી સાથે કર્યો કરાર

રણવીર સિંહ હોલીવુડે WME (વિલિયમ મોરિસ એન્ડેવર) નામની ટેલેન્ટ એજન્સી સાથે હાથ મિલાવ્યો છે. આ એજન્સી અભિનેત્રી આલિયા ભટ્ટ તેમજ રોબર્ટ પેન્ટિસન, રીહાના સહિત ઘણા મોટા સ્ટાર્સને મેનેજ કરે છે.

બોલિવૂડ બાદ હવે રણવીર સિંહનું હોલીવુડ તરફ પ્રયાણ, રોબર્ટ પેટિનસનની ટેલેન્ટ એજન્સી સાથે કર્યો કરાર
Ranveer Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:32 AM

12 વર્ષ બોલિવૂડમાં પોતાનો દમદાર પરફોર્મ આપ્યા બાદ હવે રણવીર સિંહે પણ પત્ની દીપિકા પાદુકોણના પગલે હોલીવુડ તરફ જવાની યોજના બનાવી રહ્યો છે. હાલમાં જ રણવીર સિંહને લઈને એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ હોલીવુડની એક મોટી ટેલેન્ટ એજન્સી સાથે કરાર કર્યો છે.

જો અહેવાલોનું માનીએ તો, રણવીર સિંહ હોલીવુડે WME (વિલિયમ મોરિસ એન્ડેવર) નામની ટેલેન્ટ એજન્સી સાથે હાથ મિલાવ્યો છે. આ એજન્સી અભિનેત્રી આલિયા ભટ્ટ તેમજ રોબર્ટ પેન્ટિસન, રીહાના સહિત ઘણા મોટા સ્ટાર્સને મેનેજ કરે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

વિદેશી ટેલેન્ટ કંપની સાથે કામ કરશે રણવીર

રણવીર સિંહે વિલિયમ મોરિસ એન્ડેવર (WME) સાથે કરાર કર્યો છે. તે એક વિદેશી ટેલેન્ટ કંપની છે જે હોલીવુડના સૌથી મોટા સ્ટાર્સનું સંચાલન કરે છે. તેણે 2010માં યશ રાજ ફિલ્મ્સની રોમેન્ટિક ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં અનુષ્કા શર્મા સાથે ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તેણે સિમ્બા અને ગલી બોય જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. રણવીરને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નામ આપવામાં આવ્યું છે અને તે અનેક ટોચના ઉત્પાદનોને સમર્થન આપે છે.

WME રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહ બેન એફ્લેક, હ્યુ જેકમેન, મિશેલ વિલિયમ્સ, ક્રિશ્ચિયન બેલ, મેટ ડેમન અને જેનિફર ગાર્નર જેવા હોલીવુડ સ્ટાર્સનું પ્રતિનિધિત્વ કરે છે. 2022માં રણવીર ભારતનો સૌથી મહત્વપૂર્ણ સેલિબ્રિટી રહ્યો હતો. રણવીર પણ આખા ભારતમાં સૌથી વધુ ફેન ફોલોવિંગ અને અલગ ખ્યાતી ધરાવતો સેલિબ્રિટી છે. અભિનેતાએ ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ તેમજ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) સાથે ભારતમાં તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભાગીદારી પણ કરી છે. તેઓ અવારનવાર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના કાર્યક્રમો માટે પ્રવાસ કરે છે.

દીપિકાએ પણ ICM સાથે હાથ મિલાવ્યા હતા

બીજી તરફ રણવીરની બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તે આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં કામ કરી રહ્યો છે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર તાજેતરમાં જ ગયા અઠવાડિયે દિગ્દર્શક કરણના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

રણવીરની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણે 2021માં હોલીવુડની ટેલેન્ટ એજન્સી ICM સાથે હાથ મિલાવ્યા હતા. તે ઓલિવિયા કોલમેન અને રેજીના કિંગ જેવા કલાકારોનું પ્રતિનિધિત્વ કરે છે.એસએસ રાજામૌલીના આરઆરઆરના તેલુગુ ગીત નાતુ-નાતુને રજૂ કરવા માટે તેણીએ આ વર્ષના ઓસ્કાર ઈવેન્ટમાં હાજરી આપી હતી. તે ફેશન બ્રાન્ડ લુઈસ વીટનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">