AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rani Mukerji Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે રાની મુખર્જી, જાણો અભિનેત્રીની નેટવર્થ વિશે

રાની મુખર્જી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલ જીતી લીધા હતા અને આજે પણ તેની ફિલ્મો વિવેચકો અને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

Rani Mukerji Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે રાની મુખર્જી, જાણો અભિનેત્રીની નેટવર્થ વિશે
Actress Rani Mukerji (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 1:49 PM
Share

Rani Mukerji Net Worth : રાની મુખર્જી (Actress Rani Mukerji) બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિયરમાં એકથી વધુ મોટી અને હિટ ફિલ્મો આપી છે. રાનીની હિટ ફિલ્મો અને તેના ઉત્કૃષ્ટ અભિનયને કારણે તે બોલિવૂડની ટોપ પેઇડ અભિનેત્રીઓમાંની એક છે. રાનીએ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમ છતાં તે જબરદસ્ત કમાણી કરી રહી છે. આજે રાનીના જન્મદિવસ (Rani Mukerji Birthday) પર અમે તમને તેની નેટવર્થ, તેની લક્ઝરી કાર અને ઘર વિશે જણાવીશું. ‘IBTimes’ના એક રિપોર્ટ અનુસાર, રાનીની કુલ સંપત્તિ 12 મિલિયન USD (લગભગ 90 કરોડ રૂપિયા) છે.

રાનીની ગાડીઓ

રાની પાસે ઘણા લક્ઝરી વાહનો છે. જેમાં Audi A8 W12, Mercedes Benz E ક્લાસ અને મર્સિડીઝ S ક્લાસનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે.

ઘર

જોકે રાની પતિ આદિત્ય સાથે રહે છે, પરંતુ અભિનેત્રીએ અલગથી પ્રોપર્ટી પણ લીધી છે. રાનીએ મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે.

અભિનેત્રીની ફિલ્મો

રાનીનો જન્મ ફિલ્મ સ્ટાર્સના(Film Stars)  ઘરે થયો હતો, જેના કારણે રાનીનું મન પણ ફિલ્મી દુનિયામાં (Bollywood Film) વ્યસ્ત થઈ ગયું હતું. રાનીએ પ્રથમ બંગાળી ફિલ્મમાં અભિનય કર્યો હતો જે તેના પિતા રામ મુખર્જીની હતી. આ પછી રાનીએ ‘રાજા કી આયેગી બારાત’ ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું. પહેલી જ ફિલ્મથી રાનીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ રાનીએ ગુલામ, કુછ કુછ હોતા હૈ અને મહેંદી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

રાનીએ વર્ષ 2011 પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ બાદમાં તેણે મર્દાની જેવી હિટ ફિલ્મ આપી જે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી રાનીએ 4 વર્ષનો બ્રેક લીધો અને પછી વર્ષ 2018માં ફિલ્મ હિચકીમાં જોવા મળી. વર્ષ 2019માં તે ફરીથી ફિલ્મ મર્દાની 2માં જોવા મળી હતી અને તે પછી તે વર્ષ 2021 માં એટલે કે ગયા વર્ષે ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ માં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી. હવે રાની મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો  : Happy Birthday : ઈટાલીમાં ગુપ્ત રીતે રાની મુખર્જીએ આદિત્ય સાથે કર્યા હતા લગ્ન, જાણો અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">