AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Ranbir Wedding : વરરાજાના ઘરે પહોંચી શેરવાની, શું આલિયા ભટ્ટ સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો પહેરશે ??

Alia Bhatt Wedding : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા અત્યારે આખા દેશમાં થઈ રહી છે. જોકે, આ અંગે બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Alia Ranbir Wedding : વરરાજાના ઘરે પહોંચી શેરવાની, શું આલિયા ભટ્ટ સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો પહેરશે ??
Alia Bhatt and Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:46 PM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંનેના ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે, સવારે ઇવેન્ટ ડેકોરેટર્સ રણબીરના ઘરે જતા જોવા મળ્યા હતા, હવે બપોરે ડિઝાઇનર કપડાના પાર્સલ સાથે એક કેબ રણબીરના ઘરે જતા જોવા મળી હતી. આ કારની પાછળની સીટ પર પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચીના (Sabyasachi) લેબલવાળી ઘણી બેગ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગમાં રણબીર અને આલિયા ભટ્ટના વેડિંગ આઉટફિટસ છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો કે, અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયામાંથી કોઈએ પણ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રણબીર અને આલિયાના ઘરે ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને કહી શકાય કે ટૂંક સમયમાં રણબીર આલિયાના ફેન્સને તેમના લગ્નના ‘ગુડ ન્યૂઝ’ સાંભળવા મળી શકે છે.

અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નના દિવસે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલા પોશાક પહેરશે અને કપલના લગ્નનો પોશાક પેસ્ટલ કલરનો હશે. સબ્યસાચી ઉપરાંત, આલિયા લગ્નના કેટલાક ફંક્શનમાં મનીષ મલ્હોત્રાના કપડાં પણ પહેરવાની છે, તેવું જાણવા મળી રહ્યું છે.

જાણો આલિયાના લગ્ન ક્યારે થશે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ આગામી તા. 13 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલ સુધી ચાલશે. આ સ્ટાર કપલ ઋષિ કપૂર અને નીતુ કપૂરના પગલે ચાલશે અને પરંપરાગત પંજાબી વિધિમાં લગ્ન કરશે. તેમના લગ્ન દરમિયાન સંગીત, મહેંદી જેવી વિધિ અને કોકટેલ પાર્ટી કપૂર પરિવારના આરકે સ્ટુડિયોમાં યોજાશે.

લગ્ન રણબીર કપૂરના ઘર ‘વાસ્તુ’માં થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીરના લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્નોમાંથી એક હશે.

મનીષ મલ્હોત્રા કે સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો હશે ??

કપૂર પરિવાર અને આલિયા ભટ્ટ પણ સબ્યસાચીની સાથે મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સમાં પણ જોવા મળી શકે છે. આલિયા ભટ્ટની ખાસ મિત્ર અનુષ્કા રંજન પણ આ લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંગો પહેરવાની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે, આલિયા ભટ્ટ તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો બ્રાઇડલ લહેંગો પણ પહેરી શકે છે. હવે આ વર-કન્યા કયા ડિઝાઇનરના કપડામાં સાત ફેરા લેશે તે તો આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચો – BRAHMASTRA New Motion Poster: ‘લગ્ન’ના સમાચાર વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’નું નવું પોસ્ટર આવ્યું સામે, ચાહકોએ જોઈ રણબીર-આલિયાની મજબૂત કેમેસ્ટ્રી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">