રજનીકાંત હેલ્થ અપડેટ-ડોક્ટર્સે જણાવ્યુ “બ્લડ પ્રેશર હાઈ, પરંતુ રિપોર્ટ્સમાં કોઈ ગંભીર બાબત નથી”
હૈદરાબાદના અપોલો હોસ્પિટલમાં ભર્તી રજનીકાંતના સ્વાસ્થયમાં સુધારો આવ્યો છે. જોકે, તેમનો બ્લડ પ્રેશર હજુ પણ હાઈ છે. હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યુ હતુ કે, તેમનું બ્લડ પ્રેશર હાઈ છે અને તેમને થાક લાગી રહ્યો છે અને એટલે જ તેમને હોસ્પિટલમાં એટમિટ કરવામાં આવ્યા. હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યુ છે કે રજનીકાંતની તબિયત હવે સુધાર પર છે, ફક્ત તેમનું બલ્ડ […]
હૈદરાબાદના અપોલો હોસ્પિટલમાં ભર્તી રજનીકાંતના સ્વાસ્થયમાં સુધારો આવ્યો છે. જોકે, તેમનો બ્લડ પ્રેશર હજુ પણ હાઈ છે. હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યુ હતુ કે, તેમનું બ્લડ પ્રેશર હાઈ છે અને તેમને થાક લાગી રહ્યો છે અને એટલે જ તેમને હોસ્પિટલમાં એટમિટ કરવામાં આવ્યા.
હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યુ છે કે રજનીકાંતની તબિયત હવે સુધાર પર છે, ફક્ત તેમનું બલ્ડ પ્રેશર જ હાઈ છે, જે સમય જતા નિયંત્રણમાં આવી જશે. હજુ પણ રજનીકાંતના ઘણા રિપોર્ટ્સ આવવાના બાકી છે. હાલ રજનીકાંત ડોક્ટર્સની નિગરાની હેઠળ છે. અને હાલ રજનીકાંતને મળવાની પરમિશન નથી આપવામાં આવી. તેમના બ્લડ પ્રેશરમાં સુધાર આવશે તે બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
રજનીકાંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
પાછલા દિવસોમાં રજનીકાંત તેમની અપકમિંગ ફિલ્મ “અન્નાથે”ના સેટ પર 8 ક્રુ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ આ શુટીંગ રોકાઈ ગઈ હતી. જે બાદ 70 વર્ષીય રજનીકાંતનો કોવિડ ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો હતો.