RRR Leaked: રાજામૌલીની ફિલ્મ ‘RRR’ સોશિયલ મીડિયા પર લીક, મેકર્સને મોટો ઝટકો

આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો અને તમામ ચેનલોએ 3.5 સ્ટાર આપ્યા છે. ફિલ્મમાં ઉત્તમ વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકો આ એક્શન ફિલ્મના ખુબ વખાણ કરી રહ્યા છે.

RRR Leaked: રાજામૌલીની ફિલ્મ 'RRR' સોશિયલ મીડિયા પર લીક, મેકર્સને મોટો ઝટકો
RRR Movie Leak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:02 AM

RRR Leaked:  તાજેતરમાં જ એસએસ રાજામૌલીની (SS Rajmouli) ફિલ્મ ‘RRR’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઘણા સમયથી લોકો આ એક્શન ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.બીજી તરફ નિર્માતાઓને પણ આ ફિલ્મ પાસેથી દર્શકો જેટલી જ અપેક્ષા હતી. પરંતુ હવે જે એક સમાચાર સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.અભિનેતા રામ ચરણ,(Ram charan) જુનિયર NTR, આલિયા ભટ્ટ(Alia Bhatt)  અને અજય દેવગણ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ લીક (RRR Film Leak)થઈ ગઈ છે. આ ફિલ્મ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ટેલિગ્રામ પર ફિલ્મ ‘RRR’ લીક

એક નિર્માતા ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત કરે છે, પરંતુ ફિલ્મ ઓનલાઈન લીક થવા માટે માત્ર થોડી જ મિનિટો પૂરતી છે. આ મૂવી ટેલિગ્રામ પર લીક કરવામાં આવી છે સાથે જ તે HD ગુણવત્તામાં પણ ઉપલબ્ધ છે. ફિલ્મ સોશિયલ મીડિયા પર લીક થતા મેકર્સ સહિત સ્ટાર્સને પણ ઝટકો લાગ્યો છે.

આ ફિલ્મ બનાવવા માટે 300 કરોડથી વધુનું બજેટ

આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ(Box Office ) પર ધૂમ મચાવી હતી અને પહેલા જ દિવસે વિશ્વભરમાં 200 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેની રિલીઝના(RRR Released) પહેલા જ દિવસે ફિલ્મે માત્ર ભારતમાં 125 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે પ્રથમ દિવસે માત્ર હિન્દી ભાષી પ્રદેશોમાંથી 18 કરોડની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મ બનાવવા માટે 300 કરોડથી વધુનું બજેટ ખર્ચવામાં આવ્યુ છે, એમ મેકર્સનું કહેવું છે. પરંતુ એવું લાગે છે કે આ ફિલ્મ એક અઠવાડિયામાં તેના બજેટ કરતાં બમણી કમાણી કરશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો અને તમામ ચેનલોએ 3.5 સ્ટાર આપ્યા છે. ફિલ્મમાં ઉત્તમ વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતા રામ ચરણ અને જુનિયર NTRની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની કહાની એટલી અલગ નથી કે જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. આ ફિલ્મની કહાની એક બાળકીના અપહરણને દર્શાવે છે અને આખી ફિલ્મ તેના પર આધારિત છે. ફિલ્મના અંતે બાળકી મળી જાય છે અને ફિલ્મનો અંત અદ્ભુત રીતે થાય છે.

આ પણ વાંચો : શું ઈબ્રાહીમ અલી ખાન કરણ જોહરની આગામી ફિલ્મથી કરી રહ્યો છે ડેબ્યુ ? જાણો સમગ્ર વિગત

g clip-path="url(#clip0_868_265)">