શું ઈબ્રાહીમ અલી ખાન કરણ જોહરની આગામી ફિલ્મથી કરી રહ્યો છે ડેબ્યુ ? જાણો સમગ્ર વિગત

શું ઈબ્રાહીમ અલી ખાન કરણ જોહરની આગામી ફિલ્મથી કરી રહ્યો છે ડેબ્યુ ? જાણો સમગ્ર વિગત
Ibrahim Ali khan (File Photo)

તાજેતરમાં અનન્યા પાંડે, વરુણ ધવન અને ઈબ્રાહિમ અલી ખાન ડિરેક્ટર કરણ જોહરની ઓફિસની બહાર જોવા મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 28, 2022 | 6:55 AM

બોલિવૂડમાં હંમેશા સ્ટાર કિડનો (Star Kids) દબદબો રહ્યો છે. બોલિવૂડમાં અવારનવાર કોઈને કોઈ સ્ટાર કિડ ડેબ્યૂ કરતા જોવા મળી રહ્યા છે. વરુણ ધવન, અનન્યા પાંડે, (Ananya panday) શનાયા કપૂર અને હવે સૈફ અલી ખાનનો (Saif Ali khan) પુત્ર ઈબ્રાહિમ અલી ખાન(Ibrahim Ali khan)  પણ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે.જી હા.. એવા અહેવાલો છે કે વરુણ ધવન, અનન્યા પાંડે અને ઇબ્રાહિમ અલી ખાન કરણ જોહરની એક ફિલ્મ માટે સાથે આવી શકે છે. ઈબ્રાહિમ અલી ખાન ઘણા સમયથી પોતાના બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા હતા. અને હવે તેનું સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે,B-ટાઉનમાં ફિલ્મ નિર્માતાઓ તેમના દર્શકોને ઓન-સ્ક્રીન જોડી સાથે ફિલ્મો આપે છે, ત્યારે નિર્માતાઓ પણ નવી જોડીને મોટી સ્ક્રીન પર લાવવા રાહ જોઈ રહ્યા છે. આવા જ એક ફિલ્મ નિર્માતા કે જેઓ આ જ પ્રયોગ કરવાનું પસંદ કરે છે તે છે કરણ જોહર. જી હા..કરણ જોહર તેની આગામી ફિલ્મની જાહેરાત માટે ખુબ આતુર છે.

ઈબ્રાહિમ સાથે વરુણ અને અનન્યા જોવા મળશે

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે, વરુણ ધવન અને ઈબ્રાહિમ અલી ખાન હાલમાં જ શહેરમાં તેમની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. જો કે, હજુ સુધી કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી, જો કે ટૂંક સમયમાં આ નવા પ્રોજેક્ટ અંગે જાહેરાત કરવામાં આવ શકે છે.

ઉલ્લેખનીય છે કે, તેણે વરુણ ધવનને 2012ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને અનન્યા પાંડેને 2018ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી લૉન્ચ કર્યા હતા. જ્યારે ઇબ્રાહિમ અલી ખાન તેને તેની દિગ્દર્શિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં મદદ કરી રહ્યો છે.

કરણ જોહર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે

ઈબ્રાહિમ અલી ખાન ઘણીવાર ઘણી જગ્યાએ સ્પોટ થયા છે. સ્ટાર કિડ હોવાના કારણે એ વાત ચોક્કસ હતી કે આજે નહીં તો કાલે પણ સ્ટાર્સના બાળકો ફિલ્મોમાં ચોક્કસ એન્ટ્રી કરશે. અને લગભગ કરણ જોહર તેને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરાવવા જોઈ રહ્યો છે.જો આમ થશે તો આ લિસ્ટમાં અન્ય સ્ટાર કિડનું નામ સામેલ થશે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન પણ આગામી દિવસોમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. સુહાના પણ આ માટે ઘણી તૈયારીઓ કરી રહી છે.

આ પણ વાંચો  : KGF 2 ટ્રેલર લૉન્ચઃ રોકિંગ સ્ટાર્સ યશ અને સંજય દત્ત ધમાકેદાર એક્શન મોડમાં જોવા મળ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati