Raj Kundra Case: ઠાકરે સરકારના ‘ઓપરેશન ક્લીન’નું પરિણામ રાજ કુન્દ્રાની ધરપકડ! શું કમિશ્નર હેમંત નાગરાલે ચલાવી રહ્યા છે સફાઈ અભિયાન?
મુંબઈ પોલીસ કમિશનર તરીકેની પોસ્ટિંગ સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આઈપીએસ હેમંત નાગરાલેને સ્પષ્ટ કહ્યું હતું કે હવે ફિલ્મ ઉદ્યોગને સાફ કરવાનો સમય આવી ગયો છે.
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની સોમવારે પોર્ન ફિલ્મોના કારોબાર સાથે જોડાયેલા એક કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજ કુંદ્રા જેવી મોટી હસ્તીની ધરપકડ એ મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂ થયેલ ‘ઓપરેશન ક્લીન’નું પ્રથમ સ્ટેપ છે. જાણકારોના મતે સીએમ ઉદ્ધવ ઠાકરે બોલિવૂડની ગંદકી પ્રત્યે ખૂબ ગંભીર છે અને આ ગંદકીને સાફ કરવાની જવાબદારી આઈપીએસ હેમંત નાગરાલેને સોંપી છે. જે હાલમાં મુંબઈ પોલીસ કમિશનર પણ છે.
સીએમ ઉદ્ધવને એવી માહિતી મળી રહી છે કે એક સંગઠિત માફિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, જે ફક્ત આવા બિઝનેસમાં જ સામેલ નહીં પરંતુ અન્ય કલાકારોને ફિલ્મ બંધ કરાવવાની ધમકીઓ આપીને ખોટું કૃત્ય કરવા દબાણ પણ કરે છે. રાજકુંદ્રા ઘણી વખત આઈપીએલ સટ્ટાબાજી, ઈકબાલ મિર્ચી સાથેના સંબંધોને લઈને પ્રકાશમાં આવી ચુક્યા છે. ભૂતકાળમાં પણ ઘણી અભિનેત્રીઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ કરેલી છે. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની એપ્લિકેશન માટે ચર્ચામાં આવ્યા હતા અને મલાડમાં પોલીસના દરોડા બાદ પણ તેણે ‘બોલીફેમ’ નામની નવી ઓટીટી શરૂ કરી હતી.
આ ઓટીટી(OTT) કન્ટેન્ટનું રેટીંગ સેક્સ્યુલ થીમ્સ પર હોવાનું જાણવામાં આવ્યું છે. સિંગર પલક મુચ્છાલના ભાઈ પલાશ મુચ્છલે આ પ્લેટફોર્મ માટે એક વેબ સિરીઝ પણ કરી હતી, જેમાં એક ઓટોમાં હિડન કેમેરો લગાવ્યો હતો અને તેના દ્વારા મુસાફરોની હિલચાલ છુપી રીતે શુટ કરવામાં આવી રહી હતી. આ વેબ સિરીઝ પણ મુંબઈ પ્રશાસન માટે ખુલ્લા પડકાર જેવું હતું અને તેમની સામે ફરિયાદ પણ થઈ હતી.
ઉદ્ધવ સરકારે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન!
તમને જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડ ડ્રગ્સ રેકેટનો પણ પર્દાફાશ થયો હતો. જાણકારોના મત મુજબ મુંબઈ પોલીસ કમિશનર તરીકેની પોસ્ટિંગ સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આઈપીએસ હેમંત નાગરાલેને સ્પષ્ટ કહ્યું હતું કે હવે ફિલ્મ ઉદ્યોગને સાફ કરવાનો સમય આવી ગયો છે.
હેમંત નગરાલેએ ફરજ સંભાળતાની સાથે જ ફિલ્મ ઉદ્યોગ, વેબ સિરીઝ, ટીવી સિરીઝ ઉપરાંત ઓશીવારા, ગોરેગાંવ, મલાડ, મડ આઈલેન્ડ અને માલવાણી જેવા વિસ્તારોમાં શૂટિંગ અંગેની ચોક્કસ માહિતી એકઠી કરવા લાગ્યા. મુંબઈ પોલીસ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરો અને જિલ્લાની પોલીસને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ કલાકાર કે ટેક્નિશિયન સાથે જબરદસ્તી કરવાની માહિતી મળે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
કલાકારોનું શોષણ કરનારા લોકો નિશાન પર
મુંબઈ પોલીસે તે લોકોની શોધ શરૂ કરી હતી, જેઓ મુંબઈ આવેલા કલાકારોને ધમકાવીને તેનું શોષણ કરી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નાના શહેરોમાંથી આવેલી યુવતીઓ શામેલ છે. મરાઠી આર્ટ ડિરેક્ટર રાજુ સપ્તેના આપઘાતનો આવો જ કિસ્સો છે, જેમાં આ બોલિવૂડ માફિયાએ તેને શૂટિંગ કરવાની મંજૂરી આપી ન હતી. રાજ કુંદ્રાને પણ આ જ ગેંગનો એક હીસ્સો માનવામાં આવી રહ્યો છે.
ગેહના વશિષ્ઠ, પૂનમ પાંડે, શર્લિન ચોપરા અને સાગરિકા સોનમ નામની મોડેલ-અભિનેત્રી દ્વારા પણ રાજ કુંદ્રા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે નાના કલાકારો પાસેથી કામ આપવાના બહાને સાદા કાગળો પર સાઈન કરાવી લેવામાં આવે છે અને પાછળથી મરજી પ્રમાણે કામની શરતો ઉમેરી દેવાતી હતી. ન્યૂડ ઓડિશનની માંગ સાથે જોડાયેલી બાબત પણ કંઈક આ જ પ્રકારની છે.
આ પણ વાંચો: Porn Scam Effect : ‘સુપર ડાન્સર’ શોમાં હવે નહીં જોવા મળે શિલ્પા શેટ્ટી, કરિશ્મા કપૂરે કરી રિપ્લેસ