Big News: રાજ કુન્દ્રાએ તેની 38.5 કરોડની સંપતિ પત્ની શિલ્પા શેટ્ટીના નામે કરી, જાણો શું છે કારણ ?

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યા છે અને આ વખતે આ બંને વિશેના સમાચાર જાણીને તમે પણ વિચારશો કે રાજ કુન્દ્રાએ આવું કેમ કર્યું ?

Big News: રાજ કુન્દ્રાએ તેની 38.5 કરોડની સંપતિ પત્ની શિલ્પા શેટ્ટીના નામે કરી, જાણો શું છે કારણ ?
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બોલીવુડના લોકપ્રિય કપલમાંથી એક છે. જો કે ગત વર્ષ બંને માટે ઘણું મુશ્કેલ રહ્યુ હતુ. રાજ કુન્દ્રાની (Raj Kundra) પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બંનેને ઘણા ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે બંને વિશે એક નવા સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર,રાજ કુન્દ્રાએ ફ્લેટ અને જુહુનું ઘર પત્ની શિલ્પાના (Shilpa Shetty) નામે કરી આપ્યુ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 1:41 PM

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બોલીવુડના લોકપ્રિય કપલમાંથી એક છે. જો કે ગત વર્ષ બંને માટે ઘણું મુશ્કેલ રહ્યુ હતુ. રાજ કુન્દ્રાની (Raj Kundra)  પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બંનેને ઘણા ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે બંને વિશે એક નવા સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર,રાજ કુન્દ્રાએ ફ્લેટ અને જુહુનું ઘર પત્ની શિલ્પાના (Shilpa Shetty)  નામે કરી આપ્યુ છે.

38.5 કરોડની પ્રોપર્ટી શિલ્પાના નામે કરી

Zapkey.comના અહેવાલ મુજબ, બિઝનેસમેન રાજ કુન્દ્રાએ 38.5 કરોડની પ્રોપર્ટી શિલ્પાના નામે કરી આપી છે. દસ્તાવેજોમાં જણાવવામા આવ્યુ છે કે રાજે તેના ઓશન વ્યૂ નામના તમામ 5 ફ્લેટ અને આખા બેઝમેન્ટને શિલ્પાના નામે ટ્રાન્સફર કરી દીધા છે.

બીજી તરફ YerfeetIndia.comના સ્થાપક વરુણ સિંહે જણાવ્યુ છે કે, રાજે શિલ્પાને જે કુલ વિસ્તાર ટ્રાન્સફર કર્યો છે તે 5,999 ચોરસ ફૂટ છે. એટલું જ નહીં, એવા પણ સમાચાર છે કે શિલ્પાએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે 1.9 કરોડ રૂપિયા પણ આપ્યા છે. અહેવાનો મુજબ દસ્તાવેજોની નોંધણી 21મી જાન્યુઆરી 2022ના રોજ કરવામાં આવી હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

શિલ્પાએ રાજને પૂરો સાથ આપ્યો

તમને જણાવી દઈએ કે, જ્યારે રાજની ધરપકડ કરવામાં આવી ત્યારે શિલ્પા પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. જોકે, શિલ્પાએ કહ્યુ હતુ કે તેને રાજના કામ વિશે કોઈ જાણકારી નથી. પરંતુ શિલ્પાએ હંમેશા રાજને સપોર્ટ કર્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ જ્યારે રાજે કહ્યુ કે તેણે ક્યારેય ખોટું કર્યું નથી અને પોર્નોગ્રાફી કેસ સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે, ત્યારે શિલ્પાએ રાજને પૂરો સાથ આપ્યો.

શિલ્પાની પ્રોફેશનલ લાઈફ

શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ગયા વર્ષે ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શિલ્પા સાથે મીઝાન જાફરી, પરેશ રાવલ અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. શિલ્પાએ ઘણા વર્ષોના અંતરાલ પછી આ ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું.જો કે આ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Major Release Date : આદિવી શેષની ‘મેજર’ આ દિવસે થશે રિલીઝ, 26/11ના આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપની વાર્તા પહોંચશે દર્શકો સુધી

g clip-path="url(#clip0_868_265)">