Raj Kundra Pornography Case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા સામે દાખલ કરી 1500 પાનાની ચાર્જશીટ
રાજ કુન્દ્રા (Raj Kundra Pornography Case) સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) ચાર્જશીટ (Supplementary Charge Sheet) દાખલ કરી છે. આજે (15 સપ્ટેમ્બર, બુધવાર) એસ્પ્લેનેડ કોર્ટમાં આ 1500 પાનાની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
પોર્ન ફિલ્મ બનાવવા અને એપ દ્વારા રિલીઝ કરવા મામલામાં રાજ કુન્દ્રા (Raj Kundra Pornography Case) વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) પૂરક ચાર્જશીટ (Supplementary Charge Sheet) દાખલ કરી છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને આ કેસમાં અન્ય આરોપીઓ સામે આજે (15 સપ્ટેમ્બર, બુધવાર) એસ્પ્લેનેડ કોર્ટમાં 1,500 પાનાની આ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને એપમાં ડાઉનલોડ અને રિલીઝ કરવા માટે જેલમાં છે. તે 19 જુલાઈ 2021થી જેલમાં છે. તેમને જામીન મળવાના બાકી છે. રાજ કુન્દ્રાની જામીન અરજી પર હવે 16 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. 8 સપ્ટેમ્બરના રોજ રાજ કુન્દ્રાના વકીલોએ આગામી તારીખની કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે તેની અપીલ સ્વીકારી હતી અને સુનાવણીની આગામી તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરી હતી.
Mumbai Crime Branch submitted a 1500-page supplementary chargesheet in connection with the pornography case, today, before Esplanade Court. The chargesheet has been filed against businessman and actor Shilpa Shetty's husband Raj Kundra (in file photo) and others. pic.twitter.com/2gDPanYGkL
— ANI (@ANI) September 15, 2021
રાજ કુંદ્રાના પોર્ન ફિલ્મ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચની વિશેષ ટીમના હાથમાં
આ સમગ્ર મામલાની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. એક ACP કક્ષાના અધિકારી આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટીમ તેની તપાસને લગતી માહિતી ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીઓને રિપોર્ટ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી જે 11 આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે તેમના સિવાય અન્ય કોઈની આ સમગ્ર કેસમાં સંડોવણી હોવાની કોઈ માહિતી નથી.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી કે મઢ વિસ્તારના એક બંગલામાં વેબ સિરીઝ બનાવવાના નામે અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ શરૂ થયું છે. માહિતી મળ્યા બાદ પોલીસે ઉપરોક્ત બંગલા પર દરોડો પાડ્યો હતો અને શૂટિંગ દરમિયાન જ કેમેરામેન, મોડેલ, ગ્રાફિક ડિઝાઈનર અને ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. આ પછી કડીઓ ખુલતી ગઈ અને કેસની તપાસ રાજ કુન્દ્રા સુધી ગઈ. કુન્દ્રા અને તેના મુખ્ય સાથી થોર્પની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ
આ પણ વાંચો :- Salman Khan અભિનીત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન