AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Again Trailer : આ વેલેન્ટાઈન વીકમાં પ્રિયંકા ચોપરાની ફેન્સને મોટી ભેટ, રિલીઝ થશે Love againનું ટ્રેલર

પ્રિયંકા ચોપરા તેના ચાહકો માટે વેલેન્ટાઈનને ખાસ બનાવવા જઈ રહી છે. ત્યારે તેની આ ફિલ્મને લઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેની ફિલ્મ 'લવ અગેન'નું ટ્રેલર વેલેન્ટાઈન ડેના આ વીકમાં રિલીઝ થશે.

Love Again Trailer : આ વેલેન્ટાઈન વીકમાં પ્રિયંકા ચોપરાની ફેન્સને મોટી ભેટ, રિલીઝ થશે Love againનું ટ્રેલર
Love Again Trailer on this Valentine released
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 4:48 PM
Share

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા આ વેલેન્ટાઈન ડે પર તેના ચાહકોને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા અને સેમ હ્યુગને પણ તેમના ચાહકો સાથે તેમની વેલેન્ટાઈન ડેટ બુક કરાવી છે. વાસ્તવમાં બુધવારે સ્ટાર્સે જાહેરાત કરી છે. તેની આગામી રોમેન્ટિક ફિલ્મ ‘લવ અગેન’નું ટ્રેલર વેલેન્ટાઈન ડેની આસપાસ રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રિયંકા ચોપરા તેના ચાહકો માટે વેલેન્ટાઈનને ખાસ બનાવવા જઈ રહી છે. ત્યારે તેની આ ફિલ્મને લઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેની ફિલ્મ ‘લવ અગેન’નું ટ્રેલર વેલેન્ટાઈન ડેના આ વીકમાં રિલીઝ થશે.

પ્રિયંકાએ ઇન્સ્ટા પર આપી માહિતી

પ્રિયંકાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટીઝર વીડિયો શેર કરતા લખ્યું, ‘તમે, સેલિન, સેમ અને હું… ચાલો વેલેન્ટાઈન ડે માટે પ્લાન બનાવીએ. અમે તમને @loveagainmovie – One Weekમાં ટ્રેલર લાવી રહ્યાં છીએ!

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ફિલ્મ રિલીઝના બે મહિના પહેલા ટ્રેલર લોન્ચ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને સેમ હ્યુગન સ્ટારર ફિલ્મ ‘લવ અગેન’નું ટ્રેલર લોન્ચ ફિલ્મની રિલીઝના બે મહિના પહેલા થઈ રહ્યું છે. આ ફિલ્મ 12 મે 2023ના રોજ રિલીઝ થવાની છે. જિમ સ્ટ્રોસ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા અગાઉ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. જો કે, ટીમે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે ફિલ્મની રિલીઝને આગળ ધપાવવામાં આવી છે અને તે મે મહિનામાં મોટા પડદા પર આવશે.

આ પણ વાંચો: ‘કંતારા’ ફિલ્મને 100 દિવસ પૂર્ણ થતા રિષભ શેટ્ટીએ કરી આ મોટી જાહેરાત, હવે બનશે પ્રિક્વલ!

શું છે લવ અગેઇનની સ્ટોરી?

કેરોલિન હેરફર્થની 2016ની જર્મન ફિલ્મ ‘SMS für Dich’ પર આધારિત, આ ફિલ્મનું નામ અગાઉ ‘Its All Coming Back to Me’ અને ‘Text for You’ રાખવામાં આવ્યું હતું, જોકે પછીથી તેનું નામ ‘લવ અગેન’ રાખવામાં આવ્યું હતું. પ્રિયંકાએ ‘લવ અગેન’માં મીરા રે નામનું પાત્ર ભજવ્યું છે. મીરાના મંગેતરનું અવસાન થયું છે. પોતાના મંગેતરને યાદ કરીને મીરા તેના જૂના મોબાઈલ નંબર પર મેસેજ મોકલી રહી છે. આ સંદેશાઓ સેમ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે, જે ફિલ્મમાં રોબ બર્ન્સનું પાત્ર ભજવી રહ્યો છે. કારણ કે હવે રોબ મીરાના મંગેતરના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યો છે. મેસેજ વાંચ્યા પછી મીરાને મળવાની રોબની ઉત્તેજના વધી જાય છે. આમાં તે મેગાસ્ટાર સેલિન ડીયોનની મદદ લે છે.

g clip-path="url(#clip0_868_265)">