AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day 2023: વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે કન્ફયૂઝ છો, તો જોઈ લો આ લિસ્ટ

Valentine Gift For Girlfriend: વેલેન્ટાઈન ડેના અવસર પર કપલ્સ ડિનર કે લંચ ડેટ અને ટ્રાવેલિંગનો પ્લાન બનાવે છે અને પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે એકબીજાને ગિફ્ટ પણ આપે છે. શું તમે ગિફ્ટ દ્વારા તમારી ગર્લફ્રેન્ડના ચહેરા પર સ્મિત લાવવા માંગો છો,

Valentine’s Day 2023: વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે કન્ફયૂઝ છો, તો જોઈ લો આ લિસ્ટ
Valentine Gift For GirlfriendImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 5:19 PM
Share

Valentine’s Day 2023: પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે. વેલેન્ટાઇન વીક થોડા દિવસોમાં શરૂ થશે અને યુગલો આખું વર્ષ આ ક્ષણની રાહ જોતો હોય છે. પ્રેમીઓ માટે આ ખાસ સપ્તાહની ઉજવણી કરવા માટે લોકો પોતપોતાની રીતે તૈયારીઓ કરે છે. ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવાનું વિચારી રહેલા દરેક છોકરાઓ હાલ કન્ફ્યૂઝ હશે. આમ તો છોકરીઓને આપવા માટે ઘણી બધી ગિફ્ટ મળી રહે પણ અમુક ગિફ્ટ એવી છે કે, જે આપવાથી કોઈ પણ છોકરી ખુશ થઈ જશે. ત્યારે જો તમે પણ ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા બાબતે કન્ફ્યૂઝ થઈ ગયા છો તો આ જાણી લો. આ ગિફ્ટ આપવાથી ગર્લફ્રેન્ડ થઈ જશે ખુશ.

આમ તો છોકરીઓને આપવા માટે ઘણી બધી ગિફ્ટ મળી રહે પણ અમુક ગિફ્ટ એવી છે કે, જે આપવાથી કોઈ પણ છોકરી ખુશ થઈ જશે. એવી જ બેસ્ટ ગિફ્ટનો ખજાનો અમે આ આર્ટિકલમાં આપના માટે લઈને આવ્યાં છીએ. જુઓ લિસ્ટ

ટેડી બિયર

લગભગ દરેક છોકરીઓને સોફ્ટ ટોઈઝ પસંદ હોય છે. ટેડી બિયરથી માંડીને અન્ય કોઈપણ પ્રકારના સોફ્ટ ટોઈઝ જો તમે ગર્લફ્રેન્ડને આપશો તો તે ચોક્કસથી ખુશ થઈ જશે. ત્યારે હાલ વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે ત્યારે તમે તમારી ગર્લફ્રેન્ડને રેડ કલરનું કોઈપણ સોફ્ટ ટોઈઝ આપશો તો તે ખુશ થઈ જશે.

બાંધણીનો ડ્રેસ

છોકરીઓને ખુશ કરવા માટે તેમને કપડાં સાથે જોડાયેલી વસ્તુઓ આપવી જોઈએ. જો તમારી ગર્લફ્રેન્ડ પરંપરાગત પોશાક પહેરવાનું પસંદ કરે છે, તો તમારે તેના ખાસ દિવસે તેને આ બાંધણીની કુર્તી ગિફ્ટ કરવી જોઈએ. એવી ઘણી એપ્સ છે જ્યાં તમે છોકરીઓની ફેશન માટે વધુ સારી ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકો છો.

ફોટો ફ્રેમ

તમારા પાર્ટનરને ખુશ કરવા માટે તમે તેને જૂના ફોટો સાથે જોડાયેલ સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકો છો. તમે અલગ-અલગ રૂપમાં ખાસ પળોથી બનેલી ફોટો ફ્રેમ, લાઈટ કે કુશન ગિફ્ટ કરી શકો છો. આજે બજારમાં અનેક પ્રકારની ગિફ્ટ ઉપલબ્ધ છે.

જવેલરી

છોકરીઓને એવી એસેસરીઝ પણ ગમે છે જે તેમની સુંદરતામાં વધારો કરે છે અને ગિફ્ટ જ્વેલરી કરતાં વધુ સારું શું હોઈ શકે. છોકરીઓને ઇયરિંગ્સ ખૂબ ગમે છે. તો આ વખતે તમારા પાર્ટનરને કેટલીક ખાસ જ્વેલરી ગિફ્ટ કરો જેથી આ દિવસ તમારા માટે ખાસ બની રહે.

લિપસ્ટિક

તમારી ગર્લફ્રેન્ડને વેલેન્ટાઈન ડે પર સુંદર લિપસ્ટિક આપી ગિફટ આપી શકો છો. અવનવા રંગ સાથેના લિપસ્ટિક શેડ આપી તેના જીવનમાં અવનવા રંગથી ભરવાનું વચન આપી શકો છો

ચોકલેટ

ચોકલેટ બધાને પસંદ હોય છે તેમાં પણ છોકરીઓની તો ફેવરીટ હોય છે. તમે તમારી ગર્લફેન્ડને ચોકલેટનો બુકે પણ આપી શકો છો

ડાયમંડ રિંગ

ગર્લફ્રેન્ડને આપવા માટે સૌથી બેસ્ટ ગિફ્ટ છે ડાયમંડ રિંગ. કદાચ તમે પહેલાં ડાયમંડ રિંગ આપી ચૂક્યા હશો અથવા તો આપવાનું વિચારતા હશો. તો જાણી લો કે, છોકરીઓને ચાંદીની ડાયમંડ રિંગ ખૂબ જ પસંદ આવે છે.

g clip-path="url(#clip0_868_265)">