પ્રિયંકા અને નિકના છૂટાછેડાના સમાચાર પર આવ્યું એક્ટ્રેસની માતાનું રિએક્શન, જણાવ્યું શું છે સત્ય

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જેટલી પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે એટલી જ તેની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના નામની આગળ જોનાસ સરનેમ હટાવી દીધી છે.

પ્રિયંકા અને નિકના છૂટાછેડાના સમાચાર પર આવ્યું એક્ટ્રેસની માતાનું રિએક્શન, જણાવ્યું શું છે સત્ય
Priyanka chopra

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલિવૂડ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) અવારનવાર સોશિયલ મીડિયા પર તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ ચર્ચાએ ત્યારે જોર પકડયું છે જ્યારે પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઇલમાંથી નિક જોનાસની અટક હટાવી દીધી હતી.

હવે આ સમાચાર પર પ્રિયંકાની માતાનું રિએક્શન સામે આવ્યું છે. એક મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકાની માતાએ જણાવ્યું હતું કે, ‘આ બધું બકવાસ છે. અફવાઓ ન ફેલાવો. જોકે પ્રિયંકાએ અટક હટાવી દીધી છે, પરંતુ એક્ટ્રેસે નિકને ફોલો કર્યો છે અને અટક હટાવ્યા બાદ તેની પોસ્ટને પણ લાઈક કરી છે.

તો બીજી તરફ છૂટાછેડાના સમાચાર વચ્ચે નિકે પોતાનો એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો. જેને પ્રિયંકાએ પણ લાઈક કર્યો છે. તેથી હવે ફેન્સને મૂંઝવણ થઈ રહી છે કે જો બધુ બરાબર છે તો એક્ટ્રેસે પોતાની સરનેમ કેમ કાઢી નાખી.

તમને જણાવી દઈએ કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા જોનાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાએ જોનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ પ્રિયંકાએ નિક સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. દિવાળીનો ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે અમારા બંનેના પહેલા ઘરમાં અમારી પહેલી દિવાળી. આ દિવાળી હંમેશા ખાસ રહેશે. આ સાંજને આનંદમય બનાવવા બદલ આપ સૌનો આભાર. આ સિવાય તે જોનાસ બ્રધર્સના શોમાં તેને સપોર્ટ કરવા ગઈ હતી. બંનેએ સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

આ દરમિયાન પ્રિયંકાની ફિલ્મ મેટ્રિક્સનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. પ્રિયંકાનો લુક એકદમ અલગ છે અને ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના આ પોસ્ટરને તેની ભાભી ડેનિયલ જોન્સે પણ શેર કર્યું છે.

હાલમાં, પ્રિયંકાએ તેની અટકમાંથી નિક જોનાસનું નામ શા માટે દૂર કર્યું છે તે અંગે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ વહેલું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે.

આ પણ વાંચો : Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

આ પણ વાંચો : Boeing 737 Max : અઢી વર્ષ બાદ Boeing 737 Maxની પહેલી ફ્લાઇટ દિલ્હીથી ગ્વાલિયર ઉડાન ભરશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati