AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Release : મોસ્ટ વોન્ટેડ વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ આ તારીખે સિનેમા ધરોમાં મચાવશે ધમાલ

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર(Liger) વર્ષ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કરણ જોહરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.

Liger Release : મોસ્ટ વોન્ટેડ વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ આ તારીખે સિનેમા ધરોમાં મચાવશે ધમાલ
Liger Release Date
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 12:14 PM
Share

Liger Release : વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં વિજય (Vijay Deverakonda) સાથે અનન્યા પાંડે (Ananya Panday) લીડ રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયુ છે અને આજે ફિલ્મ નિર્માતા કરણ જોહરે મોસ્ટ વોન્ટેજ ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જાહેર કરી છે.

કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લાઈગરની રિલીઝ ડેટ(Liger Release Date) વિશે માહિતી આપી છે, સાથે જ તેણે ચાહકોને ફિલ્મની ઝલક ક્યારે બતાવવામાં આવશે તે પણ જણાવ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરીને કરણે આ વિશે માહિતી આપી છે. જેને જોઈને ચાહકો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.

લાઈગર ફિલ્મ આ તારીખે રિલીઝ થશે

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર(Liger Release) 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.તેમજ ફિલ્મની ઝલક 31 ડિસેમ્બરે ચાહકોને જોવા મળશે. કરણે શેર કરેલા આ પોસ્ટરમાં લખ્યું છે કે, આ નવા વર્ષ પર આગ લગાવી દઈશુ…… પોસ્ટ શેર કરતા વધુમાં કરણે (Karan Johar) લખ્યું, એક્શન, થ્રિલર અને પાગલપન આ ફિલ્મ એકદમ શાનદાર હશે. પ્રથમ ઝલક 31મી ડિસેમ્બરે બતાવવામાં આવશે અને સાથે જ તમારા નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થશે.

જુઓ પોસ્ટ

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પણ જોવા મળશે

લાઈગરમાં વિજય અને અનન્યા સાથે બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પણ જોવા મળશે. હાલમાં જ ટીમે તેની સાથે લોસ વેગસમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ શેડ્યૂલની તસવીરો વિજય અને અનન્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે બધા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતા. તમને જણાવી દઈએ કે, બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન (Boxing champion Mike Tyson)પહેલીવાર બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. માઈક ફિલ્મમાં જોડાયાની જાહેરાતથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, વિજય અને માઈક બોક્સિંગ રિંગમાં ફાઈટ કરતા જોવા મળશે. આ પહેલા માઈક હોલિવૂડની ફિલ્મોમાં હેંગઓવર અને આઈપી મેન 3માં જોવા મળ્યો હતો.

વિજય દેવરાકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે માર્શલ આર્ટના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે વિશુ રેડ્ડી, અલી, મકરંદ દેશ પાંડે સહાયક ભૂમિકામાં જોવા મળશે. આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે જે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. જેનું દિગદર્શન કરણ જોહરે કર્યું છે.

આ પણ વાંચો : મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

આ પણ વાંચો : TMKOC : ‘જેઠાલાલ’ એટલે દિલીપ જોશીની લાડલી નિયતિના સફેદ વાળ જોઈને ફેન્સ દંગ રહી ગયા, વાયરલ થઇ રહી છે તસ્વીર

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">