Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની હાલતમાં થઇ રહ્યો છે સુધાર, ડૉક્ટરે કહ્યુ – અફવા ન ફેલાવો
92 વર્ષીય લતા મંગેશકરે ઘણા વર્ષો પહેલા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે તેમની લાંબી કારકિર્દીમાં ઘણા સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું.
બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર થોડા (Lata Mangeshkar) દિવસોથી બીમાર છે. તેમને કોરોનાનો (Corona) ચેપ લાગ્યો હતો. આ સિવાય તેમને ન્યુમોનિયા પણ થયો હતો. જે બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંના તબીબો તેમના સ્વાસ્થ્ય અંગે સતત અપડેટ આપતા રહે છે. તે ICU વોર્ડમાં છે. પરંતુ મીડિયામાં તેમનાથી સંબંધિત કેટલીક અફવાઓ ચાલી રહી છે, જેના વિશે તાજેતરમાં ત્યાંના ડૉક્ટરે પણ હાથ જોડીને વિનંતી કરી હતી કે કૃપા કરીને અફવાઓ ન ફેલાવો અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો.
ફરી એકવાર, લતા મંગેશકરના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી હવે એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ડૉ. પ્રતિથ સમદાનીએ ખલેલ પહોંચાડતી અટકળો પર પૂર્ણવિરામ મૂકવાની હાર્દિક વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, લતા દીદીની તબિયતમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે અને તેમની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. અમે તેમની ઝડપથી સાજા થવા અને ઘરે પાછા ફરવાની પ્રાર્થના કરીએ છીએ.
તમને જણાવી દઈએ કે લતા મંગેશકર ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ડૉક્ટરે કહ્યું કે તેમને સાજા થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની હાલત હવે પહેલા કરતા સારી છે, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. તાજેતરમાં, એવું પણ જાણવા મળ્યું હતું કે લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચો –
મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ પણ ના છોડયું કામ, એક્ટ્રેસે કામ અને બાળકને લઈને તોડયું મૌન
આ પણ વાંચો –
Birthday Special : નમ્રતા શિરોડકરની આ રીતે મહેશ બાબુ સાથે થઈ હતી મુલાકાત, જાણો સાઉથ સુપરસ્ટારની લવસ્ટોરી વિશે
આ પણ વાંચો –