Birthday Special : નમ્રતા શિરોડકરની આ રીતે મહેશ બાબુ સાથે થઈ હતી મુલાકાત, જાણો સાઉથ સુપરસ્ટારની લવસ્ટોરી વિશે

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પહેલી મુલાકાત વર્ષ 1999માં ફિલ્મ 'વંશી'ના સેટ પર થઈ હતી. તે સમયે મહેશ બાબુને નમ્રતા શિરોડકર સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

Birthday Special : નમ્રતા શિરોડકરની આ રીતે મહેશ બાબુ સાથે થઈ હતી મુલાકાત, જાણો સાઉથ સુપરસ્ટારની લવસ્ટોરી વિશે
Actor Mahesh Babu and Namrata Shirodkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:43 AM

Actress Namrata Shirodkar Birthday  : અભિનેત્રી નમ્રતા શિરોડકરે (Actress Namrata Shirodkar)તેની કારકિર્દીમાં હિન્દી ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સાઉથની ફિલ્મોમાં કામ કરતી વખતે જ નમ્રતાની મુલાકાત મહેશ બાબુ (Actor Mahesh Babu) સાથે થઈ હતી. ત્યારે તેને ખબર નહોતી કે તે તેના લાઈફ પાર્ટનર બનશે. 22 જાન્યુઆરી 1972ના રોજ મુંબઈમાં જન્મેલી અભિનેત્રી નમ્રતાએ વર્ષ 1993માં ફેમિના મિસ ઈન્ડિયા બ્યૂટી સ્પર્ધા જીતી હતી.

આ દરમિયાન તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે સંજય દત્ત સાથે ફિલ્મ ‘વાસ્તવ’માં અને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘પુકાર’માં કામ કર્યું હતું. અભિનેત્રીએ મલયાલમ ફિલ્મ એઝુપુન્ના થરાકનમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2005માં તેણે સાઉથ સ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા.

આ રીતે નમ્રતા અને મહેશ બાબુ મળ્યા

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પહેલી મુલાકાત વર્ષ 1999માં ફિલ્મ ‘વંશી’ના સેટ પર થઈ હતી. તે સમયે મહેશ બાબુને નમ્રતા શિરોડકર સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. આ ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું, જે બાદ તેમની મુલાકાત વધવા લાગી અને આ મિત્રતા પ્રેમ સુધી પહોંચી ગઈ. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 2005માં લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહેશ બાબુની બહેને તેના લગ્ન કરવામાં મદદ કરી

પરંતુ તે સમયે મહેશ બાબુ પોતાના પરિવાર સાથે આ વાત શેર કરી શક્યા ન હતા. મહેશ બાબુને લાગ્યુ કે તેના માતા-પિતા કદાચ નમ્રતાની વાત નહીં સાંભળે, કારણ કે નમ્રતા મહેશ કરતાં થોડાં વર્ષ મોટી છે. પરંતુ જ્યારે અભિનેતાએ હિંમતથી તેની બહેનને નમ્રતા વિશે કહ્યું, ત્યારે બહેને આ સંબંધને જોડવામાં તેની મદદ કરી. બાદમાં નમ્રતા અને મહેશ બાબુના પરિવારજનો સંમત થયા અને બંનેએ લગ્ન કરી લીધા.

જ્યારે નમ્રતાએ ઇવેન્ટમાં તેના પતિને  રેટિંગ આપવાનું શરૂ કર્યું

એક ઈવેન્ટમાં મહેશ બાબુ અને પત્ની નમ્રતા શિરોડકર બંને જોવા મળ્યા હતા. આ દરમિયાન એન્કરે મહેશને સ્ટેજ પર કહ્યું કે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં તમારે તમારી જાતને 1 થી 10 ની વચ્ચે રેટ કરવી પડશે.એન્કરે પહેલો સવાલ પૂછ્યો કે એક અભિનેતા તરીકે તમે તમારી જાતને કેટલું રેટ કરશો, તેના પર મહેશ બાબુએ કહ્યુ 6 થી 7ની વચ્ચે. જ્યારે નમ્રતા પાસેથી આ પ્રશ્નનો જવાબ માંગ્યો ત્યારે તેણે તેના પતિને 10માંથી 10 રેટ આપ્યા.

જુઓ વીડિયો

આ પણ વાંચો : Mehndi Ceremony : ‘કુંડલી ભાગ્ય’ ફેમ માનસી શ્રીવાસ્તવની મહેંદી સેરેમનીની ઝલક આવી સામે, જુઓ Photos

g clip-path="url(#clip0_868_265)">