Pathan: આ તારીખથી શાહરૂખ ખાન ‘પઠાણ’નું શૂટિંગ કરશે શરૂ, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે સાથે

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની (Shahrukh Khan) વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં ફિલ્મ પઠાણમાં (Pathan) જોવા મળશે.

Pathan: આ તારીખથી શાહરૂખ ખાન 'પઠાણ'નું શૂટિંગ કરશે શરૂ, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે સાથે
Shah Rukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 12:30 PM

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની (Shahrukh Khan) વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં ફિલ્મ પઠાણમાં (Pathan) જોવા મળશે. ડ્રગ્સ કેસમાં પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખે કામમાંથી બ્રેક લીધો હતો. હવે તે પોતાની જાતને કામ માટે તૈયાર કરી રહ્યો છે. શાહરૂખ તેની કમબેક ફિલ્મના શૂટિંગ માટે તૈયાર છે. તે આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

અહેવાલો અનુસાર, શાહરૂખ ખાને પઠાણની એક્શન સિક્વન્સ માટે જીમમાં સખત વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. પઠાણનું આ શેડ્યૂલ એક્શન પેક્ડ હશે. શાહરૂખ ખાન નિર્દેશક સિદ્ધાર્થ આનંદ સાથે આ એક્શન શેડ્યૂલ શરૂ કરવા માટે તૈયાર છે.

આ તારીખથી શૂટિંગ શરૂ થશે

એક ખાનગી અહેવાલ મુજબ, શાહરૂખ ખાન 15 ડિસેમ્બરથી પઠાણનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ શિડ્યુલ 15-20 દિવસ સુધી ચાલશે. પઠાણનું આ શેડ્યૂલ મુંબઈમાં જ શૂટ થવાનું છે. તેની ખાસ વાત એ છે કે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ આ શેડ્યૂલનો ભાગ બનવાના છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિદેશમાં પણ શૂટિંગ કરશે

ભારત બાદ હવે પઠાણનું શૂટિંગ વિદેશમાં પણ થવાનું છે, જોકે તારીખ અને લોકેશન હજુ નક્કી કરવામાં આવ્યું નથી. સિદ્ધાર્થ આનંદ અને યશરાજ ફિલ્મ્સ પઠાણમાંથી દર્શકોને ભવ્ય દેખાવ આપવા માટે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ વિશે વિચારી રહ્યાં છે.

પઠાણનું શૂટિંગ નવેમ્બર 2020માં શરૂ થયું હતું. મેકર્સે કેટલાક એવા એક્શન સીન શૂટ કર્યા છે જે આજ સુધી બોલિવૂડમાં જોવા મળ્યા નથી. આ દ્રશ્યો ઈન્ટરનેશનલ એક્શન યુનિટની દેખરેખ હેઠળ બન્યા છે. ભારતમાં ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે તેને ઈન્ટરનેશનલ શિડ્યુલ પછી રેપઅપ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પઠાણનું શૂટિંગ પૂરું કર્યા પછી શાહરૂખ એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય શાહરૂખ પાસે રાજકુમાર હિરાનીની ફિલ્મ પણ છે. જ્યારે બંને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થશે, ત્યાર બાદ શાહરૂખ આ ફિલ્મ પર કામ શરૂ કરશે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

g clip-path="url(#clip0_868_265)">