પરિણીતીની પ્રેગ્નન્સીની ખબરો પર સામે આવી સચ્ચાઈ, અભિનેત્રીએ વીડિયો બનાવી કહી મોટી વાત..VIDEO

હાલમાં જ પરિણીતી ચોપરા તેની ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી હતી, ત્યારબાદ તેની પ્રેગ્નન્સી વિશે અફવાઓ ઉડવા લાગી હતી. તેના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેણે સત્યને બધાની સામે લાવી દીધું છે.

પરિણીતીની પ્રેગ્નન્સીની ખબરો પર સામે આવી સચ્ચાઈ, અભિનેત્રીએ વીડિયો બનાવી કહી મોટી વાત..VIDEO
Parineeti Chopra pregnancy
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 5:43 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં જ તે તેની આગામી ફિલ્મ ‘ચમકિલા’ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. આ દરમિયાન ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે, તે કો-એક્ટર દિલજીત દોસાંઝ અને ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથે લોન્ચ ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો હતો, જેને જોયા બાદ તેણી પ્રેગનેટ હોવાની વાતો વહેતી થઈ હતી અને તેનું કારણ તેણીનો પોશાક હતો.ત્યારે હવે આ સમગ્ર મામલે પરિણીતીએ સ્પષ્ટતા કરી છે અને વીડિયો બનાવી શેર કર્યો છે.

પ્રેગ્નેનસીની ખબરો પર અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા

પરિણીતી ચોપરા ‘ચમકિલા’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. લૂઝ ડ્રેસ જોઈને લોકોને લાગ્યું કે અભિનેત્રી પ્રેગ્નન્ટ છે અને તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. ઘણા વીડિયો વાઈરલ થવા લાગ્યા અને તેમના કમેન્ટ સેક્શનમાં બધા પૂછતા જોવા મળ્યા કે શું પરિણીતી ચોપરા પ્રેગ્નેન્ટ છે? પરિણીતી ચોપરાએ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તેણે કહ્યું કે તે ગર્ભવતી નથી. તેણે વીડિયોમાં સ્પષ્ટતા કરી છે કે જો ઢીલા કપડાના કારણે તેને ગર્ભવતી માનવામાં આવી રહી છે, તો તે હવેથી ચુસ્ત ટાઈટ કપડા પહેરશે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘હવેથી હું ફીટ કપડાં પહેરીશ, કારણ કે જ્યારે હું ઢીલા કપડાં પહેરીશ, ત્યારે લોકો…’ આ પછી તેણે ઘણી મીડિયા સંસ્થાઓની હેડલાઈન્સ પોસ્ટ કરી, જેમાં તેની પ્રેગ્નન્સીની ચર્ચા થઈ રહી હતી.

View this post on Instagram

A post shared by @parineetichopra

ચાહકોની પ્રતિક્રિયા

આ પહેલા પણ અભિનેત્રીએ પોતાની સ્ટોરી પર કહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ નથી. તેણે લખ્યું હતું કે ઢીલા કપડાં પહેરવાનો અર્થ એવો નથી થતો કે કોઈ ગર્ભવતી છે. હવે ફરી એકવાર આ અંગે પ્રતિક્રિયા આપીને તેણે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે સત્ય શું છે. આ વીડિયો જોયા બાદ એક્ટ્રેસના ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, ‘લોકોની વાતથી નારાજ થઈને તમારી સ્ટાઈલ ન બદલો.

આ પણ વાંચો : 22 વર્ષની ઉંમરમાં કરોડોના પ્રાઈવેટ જેટની માલકીન બની આ એક્ટ્રેસ , જુઓ તસવીરો

આ ફિલ્મમાં પરિણીતી જોવા મળશે

તમને જણાવી દઈએ કે, પરિણીતી ચોપરા આ દિવસોમાં એક્ટિંગની સાથે પોતાના મ્યુઝિકલ કરિયરના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે તાજેતરમાં એક મ્યુઝિક કોન્સર્ટ પણ કર્યું હતું. આ સિવાય તે ટૂંક સમયમાં ‘ચમકિલા’માં દિલજીત દોસાંઝ સાથે રિયલ લાઈફનું પાત્ર ભજવતી જોવા મળશે. આ સિવાય તે બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ‘ચમકિલા’ની વાત કરીએ તો આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">