શ્રીદેવીના જન્મદિવસ પર પુત્રી Janhvi Kapoor થઈ ભાવુક, ફોટોઝ શેર કરતા કહ્યું – બધું તમારા માટે છે

શ્રીદેવીના જન્મદિવસ પર પુત્રી Janhvi Kapoor થઈ ભાવુક, ફોટોઝ શેર કરતા કહ્યું - બધું તમારા માટે છે
Sridevi, Janhvi Kapoor

શ્રીદેવી (Sridevi)ની જન્મજયંતિ પર તેમની પુત્રી જાનવી કપૂરે (Janhvi Kapoor) તેમને યાદ કર્યા છે. જાનવીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Aug 13, 2021 | 6:24 PM

બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી (Sridevi) આજે પણ તેમના ચાહકોના દિલોમાં વસે છે. તેમણે 2018માં દુનિયાને અલવીદા કહ્યું હતું. જ્યારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે તે પરિવારના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગયા હતા. આજે શ્રીદેવીના જન્મદિવસ પર તેમના બાળકો અને ચાહકો તેમને યાદ કરી રહ્યા છે. શ્રીદેવીના જન્મદિવસ પર જાનવી કપૂરે (Janhvi Kapoor) એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

જાનવીએ સોશિયલ મીડિયા પર શ્રીદેવી સાથે બાળપણની તસ્વીર શેર કરી છે, જેમાં બંને હસતા જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે જાનવીએ લખ્યું – હેપ્પી બર્થ ડે મમ્મા. હું તમને ખૂબ યાદ કરું છું. બધું તમારા માટે છે, હંમેશા અને રોજ. આઈ લવ યૂ.

જાનવી કપૂરની પોસ્ટને 3 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે અને ઘણા બોલીવુડ સેલેબ્સે તેમની તસ્વીર પર કમેન્ટ કરી છે. સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે હાર્ટ પોસ્ટ કર્યો. તે જ સમયે, એક ચાહકે લખ્યું – હેપ્પી બર્થ ડે લેજેન્ડ.

ખુશી કપૂરે પણ શેર કરી પોસ્ટ

શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરે (Khushi Kapoor) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર બોની કપૂર અને શ્રીદેવીની તસ્વીર શેર કરી છે. તેમણે ફોટો શેર કરતી વખતે લખ્યું – હું તમને રોજ મિસ કરું છું.

પુણ્યતિથિ પર શેર કરી હતી પોસ્ટ

શ્રીદેવીની પુણ્યતિથિ પર જાનવી કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે શ્રીદેવી દ્વારા લખેલો પત્ર શેર કર્યો હતો. આ પત્રમાં લખ્યું હતું – હું તને ખૂબ પ્રેમ કરું છું, લબ્બુ, તું દુનિયામાં બેસ્ટ બેબી છો.

જાનવીએ ફિલ્મ ધડકથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ શ્રીદેવીના નિધન બાદ થોડાક સમયે રિલીઝ થઈ હતી. જાનવી કપૂરે ફિલ્મની રિલીઝ સમયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા અંગત જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તેના કારણે હું મારી આસપાસની વસ્તુઓથી ડિસ્કનેક્ટેડ હતી. આ દરમિયાન મને અટેન્શન મળી રહી છે, પરંતુ મારુ મગજ બીજે ક્યાંક છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ધડક પછી જાનવી કપૂર ઘોસ્ટ સ્ટોરીઝ, ગુંજન સક્સેના, ધ કારગિલ ગર્લમાં જોવા મળી છે. તાજેતરમાં તેમની ફિલ્મ રુહી થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમનો અભિનય ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :- Friday Release: ‘ભુજ’ થી લઈને ‘શાંતિ ક્રાંતિ’ સુધી, આ સીરિઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર કરશે ધમાલ

આ પણ વાંચો :- Abhishek Bachchan: અભિષેક બચ્ચને વેચ્યો પોતાનો લક્ઝરી અપાર્ટમેન્ટ,શું હશે કારણ ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati