AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Release: ‘ભુજ’ થી લઈને ‘શાંતિ ક્રાંતિ’ સુધી, આ સીરિઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર કરશે ધમાલ

આજે નેટફ્લિક્સ (NETFLIX), એમેઝોન પ્રાઇમ (Amazon Prime), સોની લિવ (SonyLive) સહિતના ઘણા પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે જે તમને જલસો કરવી દે તેવી હશે.

Friday Release: 'ભુજ' થી લઈને 'શાંતિ ક્રાંતિ' સુધી, આ સીરિઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર કરશે ધમાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:39 AM
Share

Friday Release: કોરોના મહામારીને કારણે, મોટા પડદાને બદલે OTT પ્લેટફોર્મ પર ફિલ્મો રીલીઝ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને એકથી વધુ ફિલ્મો (Movies) અને વેબ સિરીઝ (Web Series) રિલીઝ (Release) થઈ રહી છે. આ ફિલ્મોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે 13 ઓગસ્ટના રોજ, ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે જેને તમે આ સપ્તાહમાં જોઈને તમે તેનો આનદ લઈ શકો છો.

આજે નેટફ્લિક્સ (NETFLIX), એમેઝોન પ્રાઇમ (Amazon Prime), સોની લિવ (Sony Live) સહિતના ઘણા પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે જે તમને જલસો કરવી દે તેવી હશે. તો ચાલો જાણીએ આજે કે ક્યા પ્લેટફોર્મ પર કઈ ફિલ્મ કે સીરિઝ રીલીઝ થઈ રહી છે.

ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અજય દેવગણ (Ajay Devgan) ની ફિલ્મ ભુજ (Bhuj- The Pride of India) ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 ના યુદ્ધ પર આધારિત છે. અજય દેવગન ફિલ્મમાં સ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર (Hot star) પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અજય સાથે નોરા ફતેહી (Nora Fatehi), સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), એમી વિર્ક, સંજય દત્ત (Sanjay Dutt) અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ધ કિંગડમ (The Kingdom) સ્પેનિશ ડ્રામા ફિલ્મ ધ કિંગડમ આજે રિલીઝ થવાની છે. તે આજે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

મોર્ડન લવ સીઝન 2 (Modern Love 2) મોર્ડન લવ વેબ સિરીઝની સીઝન 2 આજે રિલીઝ થવા જઈ રહી છે. પ્રથમ સિઝન ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, ત્યારબાદ સિઝન 2 લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ શ્રેણીની વાર્તા ન્યૂયોર્ક ટાઇમ્સની લોકપ્રિય કોલમ પર આધારિત છે.

શાંતિ ક્રાંતિ (Shanti Kranti) શાંતિ ક્રાંતિ ત્રણ મિત્રોની વાર્તા છે જે રોડ ટ્રીપ પર જાય છે. આ રોડ ટ્રીપ આનંદ, લાગણીઓથી ભરેલી હશે. તેની સમગ્ર વાર્તા મિત્રતા પર આધારિત છે. મરાઠી કલાકારો અભય મહાજન, આલોક રાજવાડે અને લલિત પ્રભાકર શાંતિ ક્રાંતિમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

બેકેટ (Beckett) તે એક અમેરિકન પ્રવાસીની વાર્તા છે જે ગ્રીસમાં રજાઓ ગાળી રહ્યો છે પરંતુ તે અકસ્માતનો ભોગ બની જાય છે, ત્યારબાદ તે પોતાનો જીવ બચાવવા અને તેનું નામ સાચું કરવા માટે અમેરિકન એમ્બેસીમાં જાય છે. તે નેટફ્લિક્સ (NETFLIX) પર રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: Vastu Tips for Money: ઠન ઠન ગોપાલ થવાનું શું છે કારણ ? આ વાસ્તુ દોષને કારણે ઘરમાં નથી ટકતા પૈસા

આ પણ વાંચો: Viral Video: કપિરાજે પહેલા છીનવ્યુ ખાવાનુ પછી શરુ કર્યુ લાત મારવાનુ, જુઓ VIDEO

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">