O Yaara Dil Lagaana Song: વિદ્યુત જામવાલની ફિલ્મ ‘સનક’નું પ્રથમ ગીત થયું રિલીઝ, એક્ટરની રોમેન્ટિક શૈલી દેખાઈ

વિદ્યુત જામવાલ (Vidyut Jammwal)ની એક્શન પેક્ડ ફિલ્મ સનક 15 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પહેલું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

O Yaara Dil Lagaana Song: વિદ્યુત જામવાલની ફિલ્મ 'સનક'નું પ્રથમ ગીત થયું રિલીઝ, એક્ટરની રોમેન્ટિક શૈલી દેખાઈ
O Yaara Dil Lagaana Song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 7:18 PM

વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) ફરી એકવાર એક્શનથી પોતાના ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ સનક-હોપ અન્ડર સીઝ (Sanak) ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફિલ્મમાં વિદ્યુતની સાથે રુકમણી મૈત્ર (Rukmani Maitri) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું અને હવે પહેલું ગીત ‘ઓ યારા દિલ લગાના’ રિલીઝ થયું છે. ફિલ્મનો પહેલો રોમેન્ટિક ટ્રેક વિદ્યુત જામવાલ અને રુક્મણી મૈત્ર પર ચિત્રિત કરવામાં આવ્યો છે.

‘ઓ યારા દિલ લગાના’ તમામ સંગીત પ્રેમીઓ માટે ખાસ કરીને જેઓ 90ના દાયકાના ગીતો સાંભળવાનું પસંદ કરે છે તેમના માટે વિઝ્યુઅલ ટ્રીટ હશે, કારણ કે તે જેકી શ્રોફ (Jackie Shroff), મનીષા કોઈરાલા (Manisha Koirala) અને નાના પાટેકર (Nana Patekar) અભિનીત ફિલ્મ ‘અગ્નિસાક્ષી’ (Agni Sakshi) (1996)ના મૂળ ગીતનું નવું વર્ઝન છે.

વિદ્યુતે શેર કર્યું ગીત

વિદ્યુત જામવાલે પોતાના સોશિયલ મીડિયા પર સનકનું પ્રથમ ગીત રિલીઝ અંગે ચાહકોને જાણ કરી છે. ગીત શેર કરતી વખતે તેમણે લખ્યું – અમારું પહેલું ગીત ઓ યારા દિલ લગાના રિલીઝ થઈ ગયુ છે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થશે.

સનકથી વિદ્યુત અને રુક્મિણીની વિશેષતા વાળુ ‘ઓ યારા દિલ લગાના’નું નવું સંસ્કરણ એક ક્લબની કુલ બેકડ્રોપ પર શૂટ કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ સુંદર રીતે વ્યક્ત કરતા જોવા મળે છે. જ્યારે મૂળ ગીત લિજેન્ડ મ્યુઝિક જોડી નદીમ-શ્રવણ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું, ત્યારે નવા વર્ઝનની રચના ચિરંતન ભટ્ટે કરી છે. સ્ટેબિન બેન અને દીક્ષા તૂર દ્વારા ગાયેલ આ ગીતના લિરિક્સ મનોજ યાદવ અને મૂળ ગીતના ગીતકાર સમીર અંજાને લખ્યું છે.

હિન્દી સિનેમામાં પોતાના પ્રકારનું પ્રથમ હોસ્ટેઝ ડ્રામા પ્રસ્તુત કરતા વિપુલ અમૃતલાલ શાહ, ડિઝની+ હોટસ્ટાર મલ્ટિપ્લેક્સ અને ઝી સ્ટુડિયોઝ સનક-હોપ અન્ડર સીઝ એક્શન-એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં ખેલને બદલવાની આશા રાખે છે કારણ કે આ રસપ્રદ વાર્તા ઘેરાબંધી હેઠળની એક હોસ્પિટલમાં આગળ વધે છે.

વિદ્યુત જામવાલ, ચંદન રોય સન્યાલ (Chandan Roy Sanyal), નેહા ધૂપિયા (Neha Dhupia) અને રુક્મણી મૈત્ર અભિનિત, સનક – હોપ અન્ડર સીઝ ઝી સ્ટુડિયો દ્વારા સનશાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી રજૂ કરવામાં આવી છે અને 15 ડિસેમ્બરથી માત્ર ડિઝની+ હોટસ્ટાર મલ્ટિપ્લેક્સ પર સ્ટ્રીમ થશે. આ વિપુલ અમૃતલાલ શાહ પ્રોડક્શન ફિલ્મ છે, જેનું નિર્દેશન કનિષ્ક વર્માએ કર્યું છે.

આ પણ વાંચો:- જન્મદિવસે પોતાની ઉંમર જણાવવામાં Amitabh Bachchanએ કરી ભૂલ, દીકરી શ્વેતાએ આ રીતે ભૂલ સુધારી

આ પણ વાંચો:- વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">