Nora Fatehiએ શૂટિંગ માટે 3 લાખ રુપિયાની બેગ કરી કૈરી, નિયોન યેલો બોડીકોન ડ્રેસમાં લાગી એકદમ સુંદર

નોરાની ફિગર આ ડ્રેસમાં સામે આવી રહી છે. ફિગર-હગિંગ સિલ્હૂટમાં નોરાના કર્વ્સ પૂર્ણ રીતે દેખાય છે. આ ડ્રેસમાં સ્ક્વાયર નેકલાઈન, બેયરલી-દેયર સ્ટ્રૈપ્સ અને રિબ્ડ ટેક્સચર ડ્રેસ નોરાને સેક્સી અને ચાર્મિગ બનાવે છે.

Nora Fatehiએ શૂટિંગ માટે 3 લાખ રુપિયાની બેગ કરી કૈરી, નિયોન યેલો બોડીકોન ડ્રેસમાં લાગી એકદમ સુંદર
Nora Fatehi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 5:23 PM

ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીએ (Nora Fatehi) તેમનું નામ ઈન્ડસ્ટ્રીમાં ડાન્સ મૂવ્સના આધારે પોતે બનાવ્યું છે. પરંતુ તેમના કપડાની સૈરિટોરિયલ ચોઈસ ખૂબ સારી હોય છે. નોરા ઘણીવાર તેમની નવી તસ્વીરોથી દરેકના દિલને ધડકાવતી રહે છે. તાજેતરમાં નોરાએ એક ચિક નિયોન યેલો મીડી ડ્રેસમાં એક તસ્વીર શેર કરી છે. નોરાએ તસ્વીર સાથેની કેપ્શનમાં લખ્યું છે કે, ‘માફ કરો હની, મારી ગલીમાં કોઈ નથી.’ નોરાની આ તસ્વીરને કન્ટેમ્પરરી આર્ટિસ્ટ હસન હજ્જાજે ક્લિક કરી છે. આ તસ્વીરમાં નોરાએ સ્પાધેતી-સ્ટ્રેપ્ડ બોડીકોન મિડી ડ્રેસ કૈરી કર્યો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

નોરાની ફિગર આ ડ્રેસમાં સામે આવી રહી છે. ફિગર-હગિંગ સિલ્હૂટમાં નોરાના કર્વ્સ પૂર્ણ રીતે દેખાય છે. આ ડ્રેસમાં સ્ક્વાયર નેકલાઈન, બેયરલી-દેયર સ્ટ્રૈપ્સ અને રિબ્ડ ટેક્સચર ડ્રેસ નોરાને સેક્સી અને ચાર્મિગ બનાવે છે. આ સિવાય નોરાનો આ ડ્રેસ સમર પાર્ટી લુક માટે એકદમ પરફેક્ટ છે.

અહીં જુઓ નોરા ફતેહીની લેટેસ્ટ તસ્વીર

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાએ બોડીકોન મિડી ડ્રેસ સાથે ક્લીયર વ્હાઈટ પીપ-ટો પંપ્સ, મોટા ગોલ્ડ હૂપ ઈયરરિંગ્સ અને ચનેલ મિની ફ્લેપ બેગ સાથે ટોપ હેન્ડલ છે. નોરાનો આ લુક જોઈને તમે તો ફિદા થઈ જ ગયા હશો, પરંતુ નોરા જે બેગ કૈરી કર્યું છે શું તમને તેના વિશે કંઈપણ ખબર છે? અમને લાગે છે કે તમે કદાચ આ બેગ વિશે જાણતા ન હોય તો ચાલો તમને આ બેગ વિશે થોડી માહિતી આપીએ. નોરા જે બેગ કૈરી કરી છે તે બેગની કિંમત 3,63,152 રુપિયા છે. હવે તમે બેગની કિંમત જાણીને ચોંકી જશો. આંચકો લાગવો જોઈએ કારણ કે નાની બેગની કિંમત આશરે 4 લાખ રૂપિયા છે.

આટલા પૈસાથી વ્યક્તિ તેની જરૂરિયાતની ઘણી વસ્તુઓ ખરીદી શકે છે. નોરાએ તેમના લુક માટે તેમના લોક્સને સાઈડ-પાર્ટેડ પોનીટેલ સ્ટાઈલમાં રાખ્યું. નોરાએ તેમના ગ્લેમ લુક માટે ડેવી સ્કિન, ઓન-ફ્લીક આઈબ્રાઝ, તેમની સિગ્નેચર ન્યૂડ પિંક લિપસ્ટિક, તેમના ગાલ પર બ્લશ, સબ્ટલ આઈ શેડો અને બીમિંગ હાઈ લાઈટર કૈરી કર્યું છે. મિનિમલ એક્સેસરીઝ નોરા દ્વારા કૈરી કરવામાં આવ્યું છે, જે તેમના દેખાવને વધુ સારુ બનાવે છે.

નોરાએ આ પહેલા પણ ઘણા ડ્રેસીઝ કૈરી કર્યા છે. જે તેમના લુક અને ફિગરને એક આકર્ષક લુક આપે છે. જો નોરાના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તેઓ આગામી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ ડિઝની+ હોટસ્ટાર પર ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Dilip Kumar Secret Marriage : લગ્નના 16 વર્ષ બાદ દિલીપ કુમારે કર્યા હતા અસમા રેહમાન સાથે લગ્ન, ખૂબ ગુસ્સે થયા હતા સાયરા બાનો

g clip-path="url(#clip0_868_265)">