સોનુ સૂદને બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નહીં, BMC સામેની અરજી ફગાવી દેવામાં આવી

સોનૂએ જુહુમાં આવેલ તેની આવાસીય ઈમારતમાં ગેરકાયદેસર બાંધકામને લઈને મળેલી BMCની નોટ્સને પડકારી હતી. બોમ્બે હાઈકોર્ટે આ અરજીને રદ કરી દીધી છે.

સોનુ સૂદને બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નહીં, BMC સામેની અરજી ફગાવી દેવામાં આવી
સોનુ સૂદની અરજી ફગાવી
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 21, 2021 | 4:25 PM

બોમ્બે હાઈકોર્ટ દ્વારા સોનૂ સૂદ માટે કોઈ રાહતના સમાચાર નથી મળી રહ્યા. સોનુએ જુહુમાં આવેલ તેની આવાસીય ઈમારતમાં ગેરકાયદેસર બાંધકામને લઈને મળેલી BMCની નોટ્સને પડકારી હતી. બોમ્બે હાઈકોર્ટે આ અરજીને રદ કરી દીધી છે.

સોનુના વકીલ અમોધ સિંહે BMC દ્વારા મળેલી નોટિસના પાલન માટે 10 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. અને અદાલતને વાનંતી કરી હતી કે તેઓ ઈમારત ના તોડવાનો આદેશ આપે. અદાલતે આ વિનંતી અસ્વીકાર કરી છે. અને કહ્યું છે કે અભિનેતા પાસે પહેલા પણ આ કામ માટે પુરતો સમય હતો જ.

BMCએ હાઈકોર્ટમાં શું કહ્યું

BMC દ્વારા કોર્ટમાં આપવામાં આવેલી અરજી મુજબ સોનુ સૂદ ‘જાણીજોઈને’ BMCના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમજ ગેરકાયદેસર બાંધકામને વારંવાર તોડ્યા બાદ પણ ફરીથી તે જ સ્થળે બાંધકામ કરી દે છે.

શું છે ઘટના જણાવી દઈએ કે BMCએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુ સૂદને નોટિસ ફટકારી હતી. BMCએ તેની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે સૂદે છ માળની ‘શક્તિ સાગર’ રહેણાંક ઈમારતમાં માળખાકીય ફેરફારો કર્યા હતા અને તેને હોટેલમાં રૂપાંતરિત કરી દેવામાં આવી છે.

પૈસા કમાવવાની દાનતનો આરોપ BMCએ 13 જાન્યુઆરીએ અદાલતની સુનાવણીમાં દલીલ કરી હતી, અને અભિનેતા પર ગેરકાયદે બાંધકામો દ્વારા પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો હતો. મહાનગરપાલિકા કહે છે કે સૂદે લાઇસન્સ લેવાનું જરૂરી ના સમજ્યું. રહેણાંક મકાનને હોટેલમાં બદલી દીધું. અહેવાલ મુજબ બીએમસી વતી સોનુને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેઓએ તેની અવગણના કરી અને બાંધકામનું કામ ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો: ભાઈ સુશાંતના જન્મદિને બહેન શ્વેતાએ કરી મોટી જાહેરાત, સાથે આપ્યો ઈમોશનલ મેસેજ

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati