AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિખત ઝરીને સલમાન ખાન સાથે લગાવ્યા ઠુમકા, કહ્યું- સાથિયા યે તુને ક્યા કિયા…

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) પોતાના ચાહકોનું દિલ જીતવાનું સારી રીતે જાણે છે. આ દરમિયાન, તેનો અને બોક્સર નિખત ઝરીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નિખત ઝરીને સલમાન ખાન સાથે લગાવ્યા ઠુમકા, કહ્યું- સાથિયા યે તુને ક્યા કિયા...
Salman Nikhat Dance video viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 12:31 PM
Share

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હંમેશા પોતાના ફેન્સ માટે આગળ ઊભો જોવા મળે છે. સલમાનને મિત્રોનો મિત્ર અને દુશ્મનોનો દુશ્મન પણ કહેવામાં આવે છે. દબંગ ખાનના ફેન ફ્લાઈંગનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. અભિનેતાના ચાહકોની યાદીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હાજર છે. જેમાંથી એક નામ છે, ગોલ્ડ વિજેતા બોક્સર નિખત ઝરીનનું (Nikhat Zareen). નિખત સલમાન ખાનને ખૂબ પસંદ કરે છે અને તે તેની મોટી ફેન છે.

આ દરમિયાન નિખત અને સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નિખત સલમાન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં બોક્સરે પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં નિખત ઝરીને સલમાન ખાનનું જૂનું અને પ્રખ્યાત ગીત ‘સાથિયા યે તુને ક્યા કિયા’ રિક્રિએટ કર્યું છે.

જુઓ ડાન્સનો વીડિયો…….

સલમાન ખાન અને નિખત ઝરીનના આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. એક તરફ જ્યાં વીડિયોમાં જોઈ શકાય છે કે, નિખાત પોતાના ફેવરિટ એક્ટર સાથે આ ગીત પર ડાન્સ કરતી વખતે ખૂબ જ ઉત્સાહિત છે. સાથે જ સલમાન તેમની ખુશી જોઈ રહ્યો છે. અભિનેતાની સાદગી તેના ચાહકોને પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો શેર કરતી વખતે બોક્સરે તેના કેપ્શનમાં લખ્યું છે, આખરે રાહનો અંત આવ્યો. આ સાથે તેણે હાર્ટ શેપનું ઈમોજી પણ મૂક્યું છે અને વીડિયોમાં સલમાનને ટેગ પણ કર્યો છે. આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, નિખત તારું સપનું સાકાર થયું છે, હું તારા માટે ખૂબ જ ખુશ છું.

તમને જણાવી દઈએ કે, નિખત ઝરીને 2022માં મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા કેટેગરીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન સલમાન ખાને પણ એક ટ્વિટ દ્વારા તેને અભિનંદન પાઠવ્યા હતા. જેના પર કોમેન્ટ્સ કરતાં નિખાતે પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">