AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતમાં નહીં રિલીઝ થાય પાકિસ્તાની Web Series, વિરોધ વચ્ચે નેટફ્લિક્સનો ‘મોટો નિર્ણય’

ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત પાકિસ્તાની વેબ સિરીઝને નેટફ્લિક્સે ભારતમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. આ સિરીઝના ટ્રેલર બાદ ફિલ્મ સંગઠનો દ્વારા ભારે વિરોધ અને પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી.

Breaking News: ભારતમાં નહીં રિલીઝ થાય પાકિસ્તાની Web Series, વિરોધ વચ્ચે નેટફ્લિક્સનો 'મોટો નિર્ણય'
| Updated on: Nov 29, 2026 | 7:13 PM
Share

પાકિસ્તાની વેબ સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં બનેલી છે. ભારતમાં સતત આ સિરીઝની રિલીઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘જો બચે હૈં સંગ સમેટ લો’ અંગે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ તરફથી પાકિસ્તાની વેબ સિરીઝ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

સાથે જ ભારતમાં તેનું સ્ટ્રીમિંગ રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હસ્તક્ષેપ કરવાની વાત કહેવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે નેટફ્લિક્સે પગલું ભર્યું છે. અહેવાલ મુજબ, નેટફ્લિક્સ ફવાદ ખાન અને માહિરા ખાનની ‘જો બચે હૈં સંગ સમેટ લો’ ને ભારતમાં રિલીઝ નહીં કરે.

નવી સિરીઝ સ્લેટનો ભાગ નથી

નેટફ્લિક્સે નક્કી કર્યું છે કે, તે ભારતીય સબસ્ક્રાઈબર્સ માટે ‘જો બચે હૈં સંગ સમેટ લો’ ને રિલીઝ નહીં કરે. જો કે, એક દિવસ પહેલા સુધી આ Show નેટફ્લિક્સ ઈન્ડિયાના અપકમિંગ સ્લેટમાં હતો.

હવે રવિવારે 29 નવેમ્બરને રોજ આ Show નેટફ્લિક્સ ઈન્ડિયાની નવી સિરીઝ સ્લેટનો ભાગ રહ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પગલું વર્ષ 2025ની સરકારની એડવાઈઝરી હેઠળ અને ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

ક્યારે શરૂ થયો હતો વિવાદ?

ફવાદ ખાન અને માહિરા ખાનની ‘જો બચે હૈં સંગ સમેટ લો’ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયા બાદ ભારતમાં તેનો વિરોધ શરૂ થયો હતો. FWICE અને AICWAએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી.

FWICE એ સિરીઝને લઈને નેટફ્લિક્સને ચેતવણી આપી હતી કે, જો ભારતમાં તેની રિલીઝ રોકવામાં નહીં આવે તો જ્યાં પણ નેટફ્લિક્સનું શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યાંથી કર્મચારીઓ અને કલાકારોને હટાવી લેવામાં આવશે.

Bigg Boss 20: ધિક્કાર છે મારા પર.. ગુલ્લુ અને સ્કાઉટની વાતોથી ભડક્યો સલમાન ખાન, જુઓ-Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">