Aryan Khan Drug Case : આર્યન ખાનનું કાઉન્સેલિંગ સાચું છે કે છેતરપિંડી ? NCPએ NCBને પૂછ્યું, વીડિયો રેકોર્ડિંગ બતાવો

નવાબ મલિકે કહ્યું છે કે, જ્યારે NCB એ આર્યન ખાનનું કાઉન્સેલિંગ કર્યું તે જણાવો અને તે કાઉન્સેલિંગનું વીડિયો રેકોર્ડિંગ બહાર લાવો. નવાબ મલિકનું કહેવું છે કે NCBના અધિકારીઓએ આર્યન ખાનને જેલમાં કાઉન્સેલિંગ કર્યું હતું, આવા સકારાત્મક સમાચાર લાવીને NCB દ્વારા પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવી રહ્યો છે.

Aryan Khan Drug Case : આર્યન ખાનનું કાઉન્સેલિંગ સાચું છે કે છેતરપિંડી ? NCPએ NCBને પૂછ્યું, વીડિયો રેકોર્ડિંગ બતાવો
Nawab Malik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 2:59 PM

Aryan Khan Drug Case: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) હાલમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ (mumbai cruise drugs case)માં આર્થર રોડ જેલમાં છે.

અહેવાલ છે કે આર્યન ખાનની NCB (Narcotics Control Bureau-NCB)એ કાઉન્સેલિંગ કરાવી લીધું છે. એવું પણ જાણવા મળ્યું હતું કે આર્યન ખાને એનસીબીના અધિકારીઓને કાઉન્સેલિંગમાં કહ્યું હતું કે, તે જેલમાંથી બહાર જઈને ડ્રગ્સને પણ સ્પર્શ કરશે નહીં અને દેશના જવાબદાર નાગરિક બનશે. પરંતુ હવે એનસીપી નેતા નવાબ મલિકે (Nawab Malik, NCP)આ કાઉન્સેલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

નવાબ મલિકે (Nawab Malik, NCP)કહ્યું છે કે, જ્યારે NCB એ આર્યન ખાનનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેને જણાવો અને તે કાઉન્સેલિંગનું વીડિયો રેકોર્ડિંગ બહાર લાવો. નવાબ મલિકનું કહેવું છે કે, NCBના અધિકારીઓએ આર્યન ખાનને જેલમાં કાઉન્સિલિંગ કર્યું હતું, આવા સકારાત્મક સમાચાર લાવીને પબ્લિક સ્ટંટ કરવામાં આવી રહ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આર્યન ખાને NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને શું કહ્યું?

આર્યન ખાને એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Samir Wankhede)ને કાઉન્સેલિંગ દરમિયાન કહ્યું હતું કે, તે જેલની બહાર જઈને ગરીબ અને આર્થિક રીતે પછાત વ્યક્તિઓને મદદ કરશે. તેઓ એવું કામ કરશે કે દરેકને તેમના પર ગર્વ થશે. આર્યન ખાને એનસીબીના અધિકારીઓને કહ્યું હતું કે, ભવિષ્યમાં ખોટા કારણોસર તેમનું નામ ક્યારેય આવશે નહીં. મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી (Mumbai Drugs Party)માં એનસીબી દ્વારા મુનમુન ધમીચા, નુપુર સારિકા, ઇસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરા, અરબાઝ મર્ચન્ટની ધરપકડ કરવામાં આવી છે.

આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી આર્થર રોડ જેલમાં છે

જામીન અરજી પર સુનાવણી ટાળીને આર્યન ખાનને સ્થાનિક અદાલતે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ કારણે, તે 20 ઓક્ટોબર સુધી આર્થર રોડ જેલમાં છે. આ પછી તેની જામીન અરજી પર સુનાવણી થશે. આ દરમિયાન શાહરૂખ ખાને આર્યન ખાનને 4500 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. આ પૈસાથી આર્યન ખાન જેલની કેન્ટીન માટે ખર્ચ કરી શકે છે. જેલ મેન્યુઅલ મુજબ આરોપીઓને દર મહિને તેમના ખર્ચ માટે મની ઓર્ડર મોકલી શકાય છે. પરંતુ મની ઓર્ડર માટે આ રકમ 4500 થી વધી શકે નહીં.

આ પણ વાંચો : પોલીસ વડાઓ સાથે મુલાકાત બાદ અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા, આતંકવાદ અને ઘૂસણખોરી સહિત આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

g clip-path="url(#clip0_868_265)">