પ્રભુદેવાના પ્રેમમાં નયનતારા ક્રિશ્ચિયનમાંથી હિંદુ બની હતી, હવે તિરુપતિમાં બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન
પ્રભુદેવાએ નયનતારા (Nayanthara) માટે 16 વર્ષના લગ્ન તોડી નાખ્યા અને વર્ષ 2011માં તેની પત્ની લતાને ડિવોર્સ આપી દીધા. પરંતુ એક સમય એવો હતો જ્યારે નયનતારાએ પણ પ્રભુદેવના પ્રેમમાં ધર્મ પરિવર્તન કરી લીધું હતું.
સાઉથ એક્ટ્રેસ (South Actress) નયનતારાનો (Nayanthara) જન્મ 18 નવેમ્બર 1984ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેણીએ દક્ષિણ સિનેમામાં એક કરતા વધુ સફળ ફિલ્મો આપી છે જે અભિનેત્રીએ ‘વેલ્લાઈકરન’, ઈમાઈક્કા નોડીગલ, કોલાઈથુર કલામ, ‘જય સિમ્હા’, ‘કોકો’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનયની છાપ છોડી છે. નયનતારાની ગણતરી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાં થાય છે. નયનતારાએ વર્ષ 2003માં મલયાલમ ફિલ્મ માનસીનાકાડેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. નયનતારાની ફિલ્મી સફર ઘણી સારી રહી, પરંતુ પ્રેમની બાબતમાં તે ચૂકી ગઈ.
એક સમય એવો હતો કે જ્યારે નયનતારા અને પ્રભુદેવાના અફેરની ચર્ચા સમાચારોમાં હેડલાઈન્સ બનતી હતી, પરંતુ પછીથી બંને અલગ થઈ ગયા. વાસ્તવમાં, જે સમયે નયનતારાએ કોરિયોગ્રાફર પ્રભુદેવાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, તે સમયે તે પરિણીત હતો અને 3 પુત્રોની પિતા હતો, પરંતુ ટૂંક સમયમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. બંને લિવ-ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા.
પ્રભુદેવાની પત્નીને તેમના પ્રેમના સમાચાર મળતા જ તેમની પત્ની લતાએ 2010માં ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કે પ્રભુદેવા નયનતારા સાથે લિવ-ઈનમાં રહે છે. એટલું જ નહીં લતાએ એવી ધમકી પણ આપી હતી કે જો તે નયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખ હડતાળ પર ઉતરશે. તે સમયે નયનતારાનો ઘણો વિરોધ થયો હતો, તેના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા.
પરંતુ પ્રભુદેવા નયનતારાને પ્રેમ કરતા હતા, આ પ્રેમ માટે તેણે 16 વર્ષના લગ્ન તોડી નાખ્યા અને વર્ષ 2011માં તેની પત્ની લતાને ડિવોર્સ આપી દીધા. પ્રભુદેવા પત્ની લતાને ડિવોર્સ આપ્યા બાદ તેઓ નાદારીની આરે આવી ગયા હતા. પત્નીને 10 લાખ રૂપિયા ભરણપોષણ આપવા ઉપરાંત મિલકત પણ આપવાની હતી.
પરંતુ નયનતારાએ કહ્યું કે તેણે હવે પ્રભુદેવા સાથેના તમામ સંબંધો ખતમ કરી દીધા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે નયનતારાએ પણ પ્રભુદેવના પ્રેમમાં ધર્મ પરિવર્તન કરી લીધું હતું. નયનતારા મૂળ રૂપે એક ખ્રિસ્તી હતી, તેણીનો જન્મ એક ધર્મનિષ્ઠ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો, પરંતુ પ્રભુ દેવા સાથે લગ્ન કરવા માટે 2011માં હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. હવે અભિનેત્રીએ 37 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે
6 વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે
નયનતારા અને વિગ્નેશ શિવન છેલ્લા 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 21 ઓક્ટોબર 2021ના રોજ વિગ્નેશ શિવન અને નયનતારાએ તેમના સંબંધોના 6 વર્ષ પૂર્ણ કર્યા અને આ ખાસ અવસર પર વિગ્નેશએ તેની પ્રેમિકા સાથેની કેટલીક તસવીરો શેયર કરી. નયનતારા 9 જૂન 2022ના રોજ તિરુમાલા તિરુપતિ મંદિરમાં શિવન સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી રહી છે. લગ્નની તારીખ બહાર આવતા જ આ કપલના ફેન્સ તેમના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.