AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TAARAK MEHTA KA OOLTAH CHASHMAHના નટુકાકાએ દયાભાભીને પરત ફરવાને લઈ કહી મોટી વાત

જાણીતો શો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TAARAK MEHTA KA OOLTAH CHASHMAH) છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરતું રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે.

TAARAK MEHTA KA OOLTAH CHASHMAHના નટુકાકાએ દયાભાભીને પરત ફરવાને લઈ કહી મોટી વાત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
Charmi Katira
| Edited By: | Updated on: Jan 17, 2021 | 12:12 PM
Share

જાણીતો શો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TAARAK MEHTA KA OOLTAH CHASHMAH) છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરતું રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે. આ 12 વર્ષ દરમિયાન ઘણા પાત્રો બદલાઈ પણ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ચર્ચા રહી હોય તો તે છે દયાબેન એટલે કે દિશા વાંકાણીની(DISHA VAKANI). દયાભાભીની (DAYABHAHI) દર્શકો આતુરતા પૂર્વક રાહ જોતાં હોય છે.

હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનો(NATUKAKA) રોલ નિભાવતા ઘનશ્યામ નાયક(GHANSHYAM NAYAK) સેટ પર પરત ફર્યા છે. નટુકાકા ગળાની સર્જરીને કારણે લાંબા સમયથી બ્રેક પર હતા. હાલમાં જ તેને દયાભાભીના પરત ફરવાને લઈને વાત કરી હતી.

દયાભાભીની દર્શકો આતુરતાપૂર્વક જોઇ રહ્યા રાહ

એક ઇન્ટરવ્યૂમાં નટુકાકાએ જણાવ્યું હતું કે, અસિત મોદી (ASIT MODI) અને તારક મહેતાની ટીમમાં કામ કરતાં મને 12 વર્ષ થયા છે. નટુકાકાના પાત્રમાં મેં આટલી મહેનત કરી છે કે રસ્તા પર જતાં લોકો મને આ ભૂમિકાથી ઓળખવાનું શરૂ કર્યું છે. મારા માટે કોઈ અન્ય પ્રોજેક્ટ સ્વીકારવાનું મુશ્કેલ બનશે. નવા પ્રોજેક્ટની મને જરૂર પણ નથી લાગતી. નટુકાકાનું પાત્ર ભજવીને મને આનંદ છે. મારા પાત્રને લોકો પ્રેમ કરે છે અને હું દર્શકો સાથે જોડાયેલ હોવાનું અનુભવ કરું છું. સર્જરી બાદ ભગવાનની દુઆઓથી જ હું સેટ પર પરત ફર્યો છું. દર્શકોનો પણ આભાર મનુ છું કે તે મને પસંદ કરે છે અને આ શોમાં મને જોઇ શકે છે.

આવનાર એપિસોડમાં તમે જોશો કે નટ્ટુકાકા તેના ગામ જશે. આ સ્થિતિમાં ઘનશ્યામ નાયક થોડા સમય માટે ફરીથી બ્રેક પર છે. ઘનશ્યામ નાયક કહે છે કે આવતા એપિસોડમાં મને પાછો મુંબઇ જતા બતાવવામાં આવશે. હું ફરી શૂટિંગ શરૂ કરીશ, ત્યાં સુધી હું બ્રેક પર છું. હું ડિસેમ્બરમાં શૂટિંગ કરી રહ્યો હતો, હવે હું સ્ક્રિપ્ટ રાઇટર્સની રાહ જોઈ રહ્યો છું કે તેઓ મારા શોમાં ક્યારે પાછા આવશે. અસિત સર સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો છે.

સેટ પર દયાબેન ઉર્ફે દિશા વાંકાણીને લોકો કેટલી યાદ કરી રહ્યા છે તે વિશે વાત કરતાં નટુકાકાએ કહ્યું કે આપણે બધા ઘણાં વર્ષોથી દયાબેનની રાહ જોતા હતા. રાહ ઘણી જોવાઈ ગઈ છે અને આપણે બધા આશા રાખીએ છીએ કે દિશા જલ્દી જ શોમાં પરત ફરશે. જો તે પ્રોડ્યુસરને પરત ફરવાને લઈને વાત કરે નહિ તો બીજા દયાબેન વિશે વિચારવાનું શરૂ કરશે. આ નિર્ણય સંપૂર્ણ રીતે પ્રોડક્શન ટીમ પર નિર્ભર છે. આ દિશામાં દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હવે આખી ટીમ તેમની રાહ જોઈને કંટાળી ગઈ છે.

આ પણ વાંચો: સૌથી મોટા IPO માટે સરકાર LIC માં કરશે રોકાણ, બજેટમાં જોગવાઈની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">