સૌથી મોટા IPO માટે સરકાર LIC માં કરશે રોકાણ, બજેટમાં જોગવાઈની સંભાવના

સરકાર ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં નાણાં રોકી શકે છે. આગામી બજેટમાં આ નાણાંની જોગવાઈ થઇ શકે છે. રોકાણ LICના IPO પહેલા કરવું પડશે.

સૌથી મોટા IPO માટે સરકાર LIC માં કરશે રોકાણ, બજેટમાં જોગવાઈની સંભાવના
LIC IPO

સરકાર ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં નાણાં રોકી શકે છે. આગામી બજેટમાં આ નાણાંની જોગવાઈ થઇ શકે છે. રોકાણ LICના IPO પહેલા કરવું પડશે, જેથી શેર્સની કિંમત ઓછી અથવા સરેરાશ રાખવામાં મદદ મળશે.

આશરે 32 લાખ કરોડની સંપત્તિ
હાલ LICની કુલ સંપત્તિ લગભગ 32 લાખ કરોડ છે. LICમાં સરકારની મૂડી માત્ર 100 કરોડ રૂપિયા છે. અગાઉ 50 વર્ષ સુધી ફક્ત 5 કરોડ રૂપિયા હતું, બાદમાં 2012 માં તેને વધારીને 100 કરોડ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો અનુસાર IPO ના શેર 100 કરોડની મૂડી પર આવશે તેથી તે મોંઘુ થઈ શકે છે.

10 થી 12 લાખ કરોડના વેલ્યુએશનનો અંદાજ
અંદાજ છે કે LICનું વેલ્યુએશન 10 થી 12 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. આવી સ્થિતિમાં સરકારના 100 કરોડની મૂડી પર શેરની કિંમત ઘણી ઊંચી હશે. સરકારે રોકાણ કરવું પડશે જેથી શેરની કિંમત ઓછી રહે અને સરેરાશ અને રિટેઇલ ઇન્વેસ્ટર રોકાણ કરી શકે.

હાલમાં ફક્ત એક જ હિસ્સો છે
હાલ LICનો ફક્ત એક જ હિસ્સો છે. આ હિસ્સો વહેંચવામાં આવશે અને ત્યારબાદ કરોડો શેર બનાવવામાં આવશે. સરકારની આ નાણાકીય વર્ષમાં જ આઈપીઓ શરૂ કરવાની યોજના છે, પરંતુ હવે તે આગામી નાણાકીય વર્ષમાં પણ આવી શકે છે. સરકાર આઇપીઓ દ્વારા એલઆઈસીનો લગભગ 10% હિસ્સો વેચવા માંગે છે.

2.10 લાખ કરોડ એકત્ર કરવાની યોજના છે
કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં શેરના વેચાણથી રૂપિયા 2.10 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. જેમાં સીપીએસઇના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1.20 લાખ કરોડ અને નાણાકીય સંસ્થાઓમાં હિસ્સોના વેચાણ દ્વારા 90 હજાર કરોડ એકત્ર કરવામાં આવશે. સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 6,138 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં સફળ રહી છે.

 

આ પણ વાંચો: GOLD PRICE: છેલ્લા 5 મહિનામાં GOLD અને SILVERના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે કિંમત

 

Click on your DTH Provider to Add TV9 Gujarati