મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરનો આજે Birthday, સલમાન સાથે કરી હતી પહેલી ફિલ્મ

મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરનો આજે Birthday, સલમાન સાથે કરી હતી પહેલી ફિલ્મ
પ્રખ્યાત અભિનેત્રી અને મહેશ બાબુની લાવ સ્ટોરી

નમ્રતા શિરોડકરનો આજે જન્મદિન છે. આ અભિનેત્રી 90ના દશકમાં ખુબ ચર્ચામાં રહી હતી. આ અભિનેત્રી આજે પોતાનો 49મો જન્મદિન ઉજવી રહી છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 22, 2021 | 12:31 PM

નમ્રતા શિરોડકરનો આજે જન્મદિન છે. આ અભિનેત્રી 90ના દશકમાં ખુબ ચર્ચામાં રહી હતી. આ અભિનેત્રી આજે પોતાનો 49મો જન્મદિન ઉજવી રહી છે. એક જમાનો હતો જ્યારે લોકો પોતાના ઘરોમાં નમ્રતાની તસ્વીર લગાવતા હતા. આ અભિનેત્રી માત્ર એક્ટિંગ માટે જ નહીં પરંતુ પોતાની પર્સનલ લાઈફ માટે પણ ખુબ ચર્ચામાં રહી હતી. જ્યારે એક ફિલ્મ દરમિયાન આ અભિનેત્રીની મુલાકાત મહેશ બાબુ સાથે થાઓ. આ મુલાકાત એટલી ખાસ રહી કે બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું. અને એકબીજાના પ્રેમમાં પડી ગયા.

Today is the birthday of Mahesh Babu's wife Namrata Shirodkar (1)

સલમાન સાથે કરી પહેલી ફિલ્મ

ઘણા ઓછા લોકોને ખબર હશે કે નમ્રતા 1993માં ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ જીતી હતી. અને સલમાન સાથે ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’થી બોલીવૂડમાં એટ્રી પણ કરી હતી. ફિલ્મ તો ફ્લોપ રહી હતી પરંતુ ત્યાર બાદ એણે ઘણી ફિલ્મોની ઓફર્સ આવવા લાગી હતી. જેમાં એક ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં હતો. વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ વામસીમાં નમ્રતા અને મહેશ બાબુની મુલાકાત થઇ. ફિલ્મ બાદ તેઓ એકબીજાના નજીક આવી ગયા. ત્યાર બાદ બંનેએ એકબીજાને ચાર વર્ષ ડેટ કર્યા. આ કપલે 2005માં લગ્ન કરી લીધા.

લગ્ન બાદ નમ્રતા ફિલ્મોથી દૂર થઇ ગઈ. આ દંપતીને આજે બે બાળકો છે. નમ્રતા સોશિયલ મીડિયા પર તેના પરિવારના ફોટા શેર કરતી રહે છે. અત્યારે નમ્રતા જન્મદિવસ ઉજવવા માટે પરિવાર સાથે દુબઇ ગઈ છે. નમ્રતાનો લૂક પણ હવે ખુબ બદલાઈ ગયો છે. નમ્રતા છેલ્લે 2004 માં ઈન્સાફ અને બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ ફિલ્મમાં જોવા મળી હતી. જેના બીજા જ વર્ષે નમ્રતાનાં લગ્ન થયાં હતા.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati