AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Net Worth : કરોડોની સંપત્તિનો માલિક છે સાઉથનો સ્ટાર નાગાર્જુન, લક્ઝરી કારના છે શોખીન

સાઉથના સ્ટાર નાગાર્જુન (Nagarjuna) આજે પોતાનો 62 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. નાગાર્જુનના જન્મદિવસના ખાસ પ્રસંગે, અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ છીએ.

Nagarjuna Net Worth : કરોડોની સંપત્તિનો માલિક છે સાઉથનો સ્ટાર નાગાર્જુન, લક્ઝરી કારના છે શોખીન
Nagarjuna
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:19 PM
Share

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન (Nagarjuna) ને કોઈ પરિચયની જરૂર નથી. તેઓ પોતાની શાનદાર અભિનયથી પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે. નાગાર્જુને પોતાના દમદાર અભિનયથી ભારતીય સિનેમાની વેલ્યુ ખૂબ ઉચી કરી દિધી છે. દુનિયામાં બહુ ઓછા એવા અભિનેતાઓ છે જે પોતાનું પાત્ર એટલા પ્રબળતાથી ભજવે છે કે દર્શકોની નજર તેમનાથી હટતી નથી. આજે, નાગાર્જુનના જન્મદિવસ પર, અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ છીએ.

નાગાર્જુન એક અભિનેતા તેમજ નિર્માતા અને થિયેટર કલાકાર છે. તેમની પ્રથમ ટોલીવુડ ફિલ્મ વર્ષ 1986 માં રિલીઝ થઈ હતી અને તેમના અભિનયની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં નાગાર્જુનના અભિનયની પ્રશંસા થાય છે. તેઓ ભારતના સૌથી વધુ પેઈડ એક્ટર્સ મેળવનારા એક છે.

નાગાર્જુનની નેટવર્થ

એક અહેવાલ અનુસાર, નાગાર્જુન લગભગ 800 કરોડની સંપત્તિના માલિક છે. તેમની મોટાભાગની કમાણી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવામાંથી આવે છે. નાગાર્જુન ફિલ્મની ફી લેવાની સાથે નફાનો થોડો હિસ્સો પણ લે છે. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી ફી લે છે. નાગાર્જુને ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે, જેના કારણે તેઓ સિનેમાના પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેતા બની ગયા છે. દાન અને સામાજિક કાર્યોમાં પણ નાગાર્જુન મોખરે છે.

નાગાર્જુનનું ઘર

નાગાર્જુન હૈદરાબાદના મુખ્ય વિસ્તારમાં રહે છે. તેમનું ઘર હૈદરાબાદના ફિલ્મ નગરમાં છે. અહેવાલો અનુસાર, તેમના ઘરની કિંમત આશરે 42.3 કરોડ છે. આ સિવાય તેમની પાસે દેશમાં ઘણી મિલકતો છે.

કારોનો છે શોખ

નાગાર્જુન પાસે વૈભવી વાહનો છે. તેમની પાસે BMW-7 સિરીઝ અને ઓડી A-7 છે. તેમની દરેક કારની કિંમત 1 – 2.5 કરોડની વચ્ચે છે.

નાગાર્જુનની ફિલ્મો

નાગાર્જુનની સુપરહિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાં વિક્રમ, મંજુ, શીવા, ક્રિમિનલ, જખ્મ, માસ, શિરડી સાંઈ, મનમ જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે નાગાર્જુનની જેમ તેમનો પુત્ર અને પુત્રવધૂ પણ સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ છે. નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યના લગ્ન સામંથા પ્રભુ સાથે થયા છે. બંને ઇન્ડસ્ટ્રીમાં તેમના અભિનય માટે જાણીતા છે. નાગા ચૈતન્ય બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

g clip-path="url(#clip0_868_265)">