AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે નાગા ચૈતન્ય, લગ્ઝરી બાઈકનો છે શોખ

સાઉથના સ્ટાર કપલ નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને સામંથા અક્કીનેની (Samantha Akkineni)એ અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડા વિશે માહિતી આપી છે.

Naga Chaitanya Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે નાગા ચૈતન્ય, લગ્ઝરી બાઈકનો છે શોખ
Naga Chaitanya
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:47 PM
Share

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય (Naga Chaitanya) પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે. આજે નાગા અને તેમની પત્ની સામંથા અક્કીનેની (Samantha Akkineni)એ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને આપી છે. દરમિયાન, અમે તમને નાગાની નેટવર્થ વિશે જણાવીએ.

નાગા ચૈતન્ય તેલુગુ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા એવોર્ડ જીત્યા છે. જ્યારથી તેમણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. તેમની ફેન ફોલોઈંગ વધી રહી છે. અમે તમને તેમની કારકિર્દી, ફિલ્મો અને સંપત્તિ વિશે જણાવીએ છીએ.

નાગા ચૈતન્ય નેટવર્થ

એક અહેવાલ મુજબ નાગા ચૈતન્યએ ખૂબ જ ઓછા સમયમાં કરોડોની સંપત્તિ બનાવી છે. અહેવાલો અનુસાર તે 154 કરોડની સંપત્તિના માલિક છે. ફિલ્મોની સાથે સાથે તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે.

નાગા ચૈતન્યનું ઘર

નાગા ચૈતન્ય પાસે ઘણી સંપત્તિ છે. તેમની મિલકતો ખૂબ વૈભવી છે. તે એક શાનદાર લાઈફસ્ટાઈલ જીવે છે અને તેમનું આખું ઘર તેમના અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે.

લગ્ઝરી બાઈકનો છે શોખ

નાગા ચૈતન્યને બાઈકનો ખૂબ શોખ છે. તેમની પાસે સૌથી મોંઘી બાઈકનું કલેક્શન છે. તેમના સંગ્રહની સૂચિમાં યામાહા વાયઝેડએફ આર 1 સહિત ઘણી બાઈક્સ શામેલ છે.

પ્રોફેશનલ કારકિર્દી

નાગા ચૈતન્યની કારકિર્દીની વાત કરીએ તો તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ જોશથી કરી હતી. તેમની પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારથી તેમની દરેક ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે. ટૂંક સમયમાં તેમની ફિલ્મ લવ સ્ટોરી રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ તેમની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ સિવાય નાગા બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યા છે. તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha)માં જોવા મળશે. તેમણે તેમનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

પર્સનલ લાઈફ

નાગાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે બે વર્ષ સુધી સામંથા અક્કીનેની સાથે ડેટ કર્યું હતું, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. નાગા અને સામન્થાના લગ્ન 29 જાન્યુઆરી 2017ના રોજ થયા હતા. પરંતુ હવે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :- Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

આ પણ વાંચો :- Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">