Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા
ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ભારતની પ્રથમ મહિલા છે, જેમને માત્ર 12 કલાકમાં દુબઈના ગોલ્ડન વિઝા મળ્યા, જાણો ક્યા કારણે યુએઈની સરકાર આપે છે આ ખાસ વિઝા.
બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નું નામ તે શક્તિશાળી અભિનેત્રીઓમાં સામેલ છે. જેઓ સતત કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ (UAE)ના ગોલ્ડન વિઝા (Golden Visa) મળ્યા છે.
અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા દ્વારા તેના તમામ ચાહકો સાથે આ માહિતી શેર કરી છે. ગોલ્ડન વિઝાનો અર્થ એ છે કે હવે ઉર્વશી રૌતેલા આગામી 10 વર્ષ સુધી યુએઈમાં રહી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ આ વિઝા બિઝનેસ મેન અને રોકાણકારો તેમજ ડોક્ટરો અને એવા જ બીજા પ્રોફેશનના લોકોને આપવામાં આવતા હતા. જ્યાં હવે તેની માંગને ધ્યાનમાં રાખીને હવે કલાકારોને આ વિઝા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ સારા સમાચાર શેર કરતા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર લખ્યું “હું પહેલી ભારતીય મહિલા છું જેને 10 વર્ષ માટે આ ગોલ્ડન વિઝા માત્ર 12 કલાકમાં મેળવ્યા છે. મારા અને મારા પરિવાર માટે સ્વર્ણ નિવાસ સાથેની આ અદભૂત ઓળખ માટે હું અત્યંત આભારી મહેસુસ કરી રહી છું.
યુએઈ સરકાર તેના શાસકો અને લોકોને મારી શુભેચ્છાઓ. “અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ને પણ આ ગોલ્ડન વિઝા મળી ચૂક્યા છે. અભિનેતાએ આ માહિતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આપી હતી.
View this post on Instagram
2019માં થઈ હતી ગોલ્ડન વિઝાની શરુઆત
વાસ્તવમાં યુએઈના ગોલ્ડન વિઝા દુબઈમાં 10 વર્ષની રેસીડેન્ટ પરમિટ છે. ગોલ્ડન વિઝા સૌપ્રથમ 2019માં રજૂ કરવામાં આવ્યા હતા. દુબઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને શાસક, હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મક્તૂમે આની શરૂઆત રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે કરી હતી.
કેવી રીતે મેળે છે આ ખાસ વિઝા
ગોલ્ડન વિઝા આપવા પાછળના દેશોનો હેતુ રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. નાગરિકો ‘રેસીડેન્ટ બાઈ ઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ’ હેઠળ ગોલ્ડન વિઝા માટે અરજી કરી શકે છે. અરજી કર્યા પછી દેશ વિઝાની માંગ કરવા વાળા દસ્તાવેજોની ચકાસણી કરે છે અને ખાતરી થયા પછી જ કે આ ગોલ્ડન વિઝા અરજદારને આપવામાં આવે છે.
શું કરી રહી છે ઉર્વશી?
ઉર્વશી છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં રહીને રણદીપ હુડા સાથે વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’નું શૂટિંગ કરી રહી હતી, ત્યારબાદ તે હવે તેના આગામી મ્યુઝિક વીડિયોના શૂટિંગ માટે દુબઈ પહોંચી ગઈ છે. આજે, અભિનેત્રીની સોશિયલ મીડિયા પર પણ મજબૂત પકડ છે, જ્યાં તેને સોશિયલ મીડિયા પર 41 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.
આ પણ વાંચો :- Ranbir Alia Wedding News: મોકૂફ રાખવામાં આવ્યો રણબીર-આલિયાના લગ્નનો પ્લાન, જાણો કેમ બગડી વાત?
આ પણ વાંચો :- Alia Bhatt અભિનીત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર થઈ, નવા વર્ષમાં ધમાલ મચાવશે ફિલ્મ