Naagin 6: ‘શેષ નાગિન’ પ્રથાના બોયફ્રેન્ડની એન્ટ્રીથી ‘ગુજરાલ હાઉસ’માં થશે જોરદાર હોબાળો?

'નાગિન 6' શો દર્શકો પર તેની મજબૂત પકડ જમાવવામાં શરૂઆતથી જ સફળ રહ્યો છે. આ શોમાં દર અઠવાડિયે દર્શકોએ ક્યારેય પણ ના ધાર્યા હોય તેવા ટ્વીસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે. અત્યારે તેજસ્વી પ્રકાશ 'શેષ નાગિન' પ્રથાનું પાત્ર ભજવી રહી છે.

Naagin 6: 'શેષ નાગિન' પ્રથાના બોયફ્રેન્ડની એન્ટ્રીથી 'ગુજરાલ હાઉસ'માં થશે જોરદાર હોબાળો?
Tejasvi Prakash (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 04, 2022 | 10:22 PM

‘નાગિન 6’ (Naagin 6) એ કલર્સ ટીવીનો (Colors TV) અત્યારે સૌથી વધુ લોકપ્રિય શો બની ચૂક્યો છે. ‘નાગિન 6’માં મેકર્સ હવે 4 નવી ધમાકેદાર એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છે. જેમાં ‘શેષ નાગિન’ પ્રથાના પતિ એટલે કે રિષભના ભાઈ અને પ્રથાના નવા બોયફ્રેન્ડના આગમનથી ‘ગુજરાલ હાઉસ’માં જોરદાર હોબાળો થશે, એવા એંધાણ જોવા મળી રહ્યા છે. નાગિન 6ના આગામી એપિસોડમાં 4 નવી એન્ટ્રીઓ તમે જોવા જઈ રહ્યા છો, જેનાથી આ શોની વાર્તા ખૂબ જ રોચક અને ટ્વીસ્ટ અને ટર્ન્સ વાળી જોવા મળશે. શેષ નાગિન પ્રથાનું પાત્ર અત્યારે આ શોમાં ‘બિગ બોસ 15’ ફેમ તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) ભજવી રહી છે.

નાગિન 6ના નિર્માતા શોની વાર્તાને મનોરંજક બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ગયા અઠવાડિયે રશ્મિ દેસાઈ નાગિન-6માં ડબલ રોલમાં જોવા મળી હતી. હવે તમે ‘શેષ નાગિન’ પ્રથાના બાળપણની અમુક ‘રેર’ ઝલક પણ નિહાળવા જઈ રહ્યા છો. આ સિરિયલ દ્વારા તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલ દર્શકો પર તેમની કીલર કેમેસ્ટ્રીનો જાદુ ફેલાવી રહ્યા છે.

એકતા કપૂરના આ ટીવી શોમાં સતત નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. રશ્મિ દેસાઈએ ગયા અઠવાડિયે નાગિન 6માં ડબલ રોલ કરીને ધમાકેદાર કમાણી કરી હતી અને તે આ સિરીઝનો પણ ભાગ બની રહેશે.

નાગિન 6માં હવેથી પ્રતિભા ફોગાટ

પહેલી એન્ટ્રી ટીવી સ્ટાર પ્રતિભા ફોગાટની છે. પ્રતિભા ફોગાટ નાગિન 6 માં પ્રવેશવા માટે તૈયાર છે તેવા સમાચાર તેની સાથે શોમાં એક મોટો ટ્વિસ્ટ લાવશે. તેના પાત્ર વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. અત્યારે પ્રતિભા ફોગાટનું પાત્ર ‘ગુજરાલ હાઉસ’ની નાની વહુ તરીકેનું જોવા મળી રહ્યું છે.

ચાઈલ્ડ સ્ટાર અદિબા હુસૈન ‘પ્રથા’ની ઝલક આપશે 

આ શોના આગામી એપિસોડ્સમાં પ્રથાના ભૂતકાળનું રહસ્ય ખુલવા માટે તૈયાર છે. દર્શકો પ્રથાના પરિવારને મળશે અને તેની નાગિન બનવાની સફર જોશે. ચાઇલ્ડ સ્ટાર આદિબા હુસૈન શોમાં યંગ પ્રથાની ભૂમિકા ભજવશે. અદિબા હુસૈન હવે ‘નાગિન 6’માં પ્રથા એટલે કે તેજસ્વી પ્રકાશનું રૂપ લેશે. સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી તસવીરો પણ જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં અદિબા હુસૈન ‘નાગિન’ના રૂપમાં તૈયાર જોવા મળી રહી છે.

તુષાર ખન્ના બનશે તેજસ્વીનો ન્યુ બોયફ્રેન્ડ

અન્ય એક અભિનેતા તુષાર ખન્ના પણ નાગિન-6માં એન્ટ્રી કરી રહ્યો છે. તુષાર ખન્ના આ શોમાં તેજસ્વી પ્રકાશના પ્રેમીની ભૂમિકા ભજવશે. વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, તુષારે શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેની એન્ટ્રી સાથે શોમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. આ પાત્ર માટે તેને રાતોરાત ફાઇનલ કરવામાં આવ્યો હતો. તુષાર પિયા અલબેલા અને ભૂતુ જેવા શો માટે જાણીતો છે. પોતાની પત્નીના નવા બોયફ્રેન્ડથી પતિ રિષભને ઘણી ‘જેલસ’ અનુભવતો તમે નવા પ્રોમોમાં જોઈ શકો છો.

વિશેષ શર્મા પણ નાગિન 6નો ભાગ હશે

જાણીતા શોના આગામી એપિસોડ્સમાં પ્રથાની સાથે તેના પતિ રિષભના જીવનમાં પણ એક નવી એન્ટ્રી થશે. ટીવી એક્ટર વિશેષ શર્મા પણ નાગિન 6ની સ્ટારકાસ્ટ સાથે જોડાઈ રહ્યો છે. અભિનેતા વિશેષ શર્મા કલર્સ ટીવીની આ લોકપ્રિય સિરિયલમાં રિષભ એટલે કે સિમ્બા નાગપાલના ભાઈ તરીકે જોવા મળશે. અત્યારે તેના પાત્ર વિષે જો કે ખાસ માહિતી મળી નથી.

આ પણ વાંચો – નિયા શર્માએ જિમમાં સલમાન યુસુફ ખાન સાથે કર્યું શાનદાર વર્ક આઉટ, જુઓ વાયરલ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati