સંગીતકાર એ.આર. રહેમાન, વિલ સ્મિથના બચાવમાં આવ્યા, થપ્પડ કાંડ વિશે કહ્યું- ક્યારેક આવી…
એઆર રહેમાને (A.R. Raheman) કપિલ શર્માના શોમાં વિલ સ્મિથ વિશે કંઈક કહ્યું છે. આવું ત્યારે થયું જ્યારે કપિલ શર્માએ, રહેમાન અને વિલ સ્મિથનો ફોટો બતાવ્યો હતો.

ગયા અઠવાડિયે સોની ટીવીના (Sony TV) કોમેડી કાર્યક્રમ ‘ધ કપિલ શર્મા શો’ના (The Kapil Sharma Show) એપિસોડમાં ઘણા ખાસ મહેમાનોએ હાજરી આપી હતી. ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને તારા સુતારિયાથી લઈને સંગીતના જાદુગર ગણાતા એ.આર.રહેમાન સુધી ઘણા સ્ટાર્સ દર્શકોનું મનોરંજન કરવા કપિલ સાથે જોડાયા હતા. કપિલના શોમાં હંમેશની જેમ પ્રખ્યાત ગીતકાર એઆર રહેમાને શાનદાર એન્ટ્રી કરી હતી. કપિલ શર્માએ તેમને પૂછ્યું કે તમે બહુ પસંદગીનું કામ કરો છો. એટલે કે, પછી તમે વધુ ખર્ચાળ છો? કપિલ શર્માના આ સવાલના જવાબમાં એઆર રહેમાને કહ્યું, ‘હું બંને છું.’
View this post on Instagram
આ એપિસોડમાં, કપિલે એઆર રહેમાનને પ્લેબેક સિંગિંગ માટે તક આપવા અંગે એક પ્રશ્ન પણ પૂછ્યો હતો. જેના પર સંગીતકારે જવાબ આપ્યો, “હું તમારા માટે યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યો છું.” અત્રે ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા પોતે એક સારા ગાયક છે અને તેથી જ તે ઘણી વખત પોતાના શોમાં આવનાર ગીતકારોને ગીત ગાવાની તક આપવાની વાત કરે છે.
આ એપિસોડ દરમિયાન દેશના આ પ્રખ્યાત સંગીતકારે કપિલના ‘પોસ્ટ કા પોસ્ટ મોર્ટમ’ સેગમેન્ટમાં પણ ભાગ લીધો હતો. આ સેગમેન્ટમાં, શોમાં આવનાર મહેમાનોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કેટલીક તસવીરો બતાવવામાં આવતી હોય છે.
View this post on Instagram
એ.આર. રહેમાન વિલ સ્મિથ સાથે જોવા મળ્યા હતા
એઆર રહેમાનને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કેટલીક તસવીરો પણ બતાવવામાં આવી હતી. એક ફોટો એઆર રહેમાનનો ઓસ્કાર વિજેતા અભિનેતા વિલ સ્મિથ સાથેનો હતો. સંગીતકારે કહ્યું કે આ જૂની તસવીર છે. આ ફોટો જૂનો હોવા છતાં એ ફોટા પરની કોમેન્ટ્સ ઓસ્કાર એવોર્ડમાં થયેલી ‘થપ્પડ કાંડ’ની ઘટના પછીની હતી.

Will Smith & A R Raheman (File Photo) A
વિલ સ્મિથને મળવાનો પોતાનો અનુભવ શેર કરતા એઆર રહેમાને કહ્યું કે, ”વિલ એક સારો વ્યક્તિ છે. ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ બનતી રહે છે.”
વિલ સ્મિથ 10 વર્ષ માટે પ્રતિબંધિત
View this post on Instagram
કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ પર એકેડમીએ 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, અભિનેતા પોતે તેની આવી પ્રતિક્રિયા પર પસ્તાવો કરે છે. આ માટે તેણે દરેક લોકોની માફી પણ માંગી લીધી છે. આ વર્ષે, વિલે ‘કિંગ રિચર્ડ’ ફિલ્મ માટે ઓસ્કાર પણ જીત્યો હતો પરંતુ તેના એક ખોટા પગલાને કારણે તેને આખી દુનિયાની સામે શરમજનક થવું પડ્યું હતું.
હાલમાં હોલીવુડનો આ પ્રખ્યાત અભિનેતા ભારત આવ્યો છે. વિલ, જે તેની આધ્યાત્મિક યાત્રા પર છે, તે પોતાનો સમય લાઈમલાઈટથી દૂર વિતાવી રહ્યો છે.