Mrunal Thakur એક સમયે કરતી હતી આ ક્રિકેટરને પ્રેમ, અભિનેત્રીએ કર્યો ખુલાસો

મૃણાલ ઠાકુરે (Mrunal Thakur) પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. સિરિયલોમાં સફળતા મળ્યા બાદ તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. આજે ચાહકો મૃણાલની ​​એક ઝલક જોવા આતુર છે.

Mrunal Thakur એક સમયે કરતી હતી આ ક્રિકેટરને પ્રેમ, અભિનેત્રીએ કર્યો ખુલાસો
Mrunal Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 11:34 PM

અભિનેત્રી મૃણાલ ઠાકુરે (mrunal thakur) ધીરે ધીરે પોતાના ચાહકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. બોલિવૂડની નવી અભિનેત્રીઓમાં મૃણાલ ઠાકુરને ચાહકો ખુબ પસંદ કરે છે. ચાહકો મૃણાલની ​​એક ઝલક માટે હંમેશા આતુર રહે છે. મૃણાલે બોલિવૂડમાં પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તાજેતરમાં અભિનેત્રીએ એક ખાસ ખુલાસો કર્યો છે, જે જાણીને ચાહકોને આશ્ચર્ય થશે.

નાના પડદાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મૃણાલ લાંબા સમય સુધી કોઈને કોઈ પ્રોજેક્ટને લઈને સમાચારોમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેમની આગામી ફિલ્મ જર્સીને લઈને છવાયેલી છે. મૃણાલ આ ફિલ્મને લઈને ખૂબ જ વ્યસ્ત છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ક્રશ વિશે ખુલાસો કર્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ક્રિકેટરને પસંદ કરે છે મૃણાલ

તાજેતરમાં એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું છે કે તે રમતોમાં ખૂબ રસ ધરાવે છે, પરંતુ ખાસ વાત એ છે કે તેને ક્રિકેટ પ્રત્યે ઓછો લગાવ હતો. જો કે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે એક સમય હતો જ્યારે તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી.

અભિનેત્રીના જણાવ્યા અનુસાર તે વિરાટ કોહલીને એટલી પસંદ કરતી હતી કે તે તેના ભાઈના કારણે ક્રિકેટને પસંદ કરવા લાગી હતી. મૃણાલે સ્પષ્ટતા કરી છે કે વિરાટ આજ સુધી તેમનો પ્રિય ખેલાડી છે, જોકે વિરાટ કોહલી હવે પરણિત છે અને તેમણે ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દિકરી પણ છે.

હવે મૃણાલનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વધુને વધુ લોકપ્રિય બન્યું છે. મૃણાલના આ નિવેદનને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મૃણાલે એ પણ કહ્યું કે તેને યાદ છે કે કેવી રીતે તે વાદળી જર્સી (Jersey) પહેરીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી હતી. તમને જણાવી દઈએ કે તેમની આગામી ફિલ્મ જર્સી પણ ક્રિકેટ પર આધારિત છે.

જર્સી સાથે કરશે ધમાલ

તમને જણાવી દઈએ કે હાલમાં જર્સીનું શૂટિંગ ચાલી રહ્યું છે. મૃણાલની ​​આ આગામી ફિલ્મમાં શાહિદ કપૂર મુખ્ય અભિનેતા તરીકે જોવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. શાહિદ કપૂર (Shahid Kapoor) લાંબા સમયથી જર્સી માટે મહેનત કરી રહ્યા છે. શાહિદ પણ દરેક રીતે ફિલ્મમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Wrap: આલિયા ભટ્ટે વિજય વર્મા સાથે પુરી કરી પોતાની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું શૂટિંગ, જુઓ ફિલ્મનો BTS વીડિયો

આ પણ વાંચો :- Big News: કંગના રનૌતની ‘થલાઈવી’ ને ટક્કર આપશે સૈફ અલી અભિનીત ‘Bhoot Police’

g clip-path="url(#clip0_868_265)">