AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Welcome Purnima review : હસવામાંથી ખસવું કહેવતને લાગુ પાડતી પટકથા, હિતેન કુમાર-માનસી રાચ્છ સહિતના કલાકારોએ કરી જમાવટ

Horror Comedy Welcome Purnima : ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર તથા લોકેશન ખૂબ જ સરસ રીતે પસંદ કરવામાં આવ્યા છે તે પછી પોળના ઘર હોય કે હોન્ટેડ લાગતો વડલો, પૂર્ણિમાના આગમન સાથે બદલાતો ઘરનો નજારો અને આ બધામાં થોડાં સમય માટે ફિલ્મમાં આવતા ચેતન ધાનાણી તેમજ પૂર્ણિમા બનતા પાત્રએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

Welcome Purnima review : હસવામાંથી ખસવું કહેવતને લાગુ પાડતી પટકથા, હિતેન કુમાર-માનસી રાચ્છ સહિતના કલાકારોએ કરી જમાવટ
wel come purnima review in gujarati
Vivek Patel
| Edited By: | Updated on: May 31, 2023 | 6:55 PM
Share

Welcome Purnima Review : હિતેન કુમારની જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી તે હોરર કોમેડી વેલકમ પૂર્ણિમા રીલીઝ થઈ ગઈ છે. એક અલગ પ્રકારના કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં હસવામાંથી ખસવું થઈ જવું એ કહેવત બરાબર લાગુ પડે છે. હિતેન કુમાર એટલે કે હિંમતલાલ અંધારિયા જેમને એક દીકરો અને દીકરી છે અને હિંમતલાલ મેરેજ બ્યૂરો ચલાવે છે. તેમનો દીકરો યુગ એટલે કે કલાકાર હેમ સેવક કોઈ કારણસર પરણવા નથી માંગતો, હવે તેનું ન પરણવા માટેનું કારણ પરિવારજનો સમજી શકતા નથી. કારણ કે યુગને એક સારા લેખક બનવું છે. તે એક જીવંત અને સ્વતંત્ર વ્યક્તિ, તેની આગામી નવલકથા માટે પ્રેરણાની શોધમાં છે.

આ પણ વાંચો : Citadel Full Review : મજબૂત એક્ટિંગ, પરંતુ પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’ આ બાબતોમાં છે નિષ્ફળ, વાંચો ફૂલ રિવ્યૂ

લગ્ન પ્રત્યે તેની અનિચ્છા હોવા છતાં, યુગ તેના પરિવારને ખુશ કરવા લગ્ન કરવાનું નક્કી કરે છે. લગ્નની ના પાડતો હિંમતલાલનો દીકરો યુગ અચાનક જ એક દિવસ વહુ લઇને આંગણે આવી જાય છે પરંતુ આ શું આ વહુ કેવી છે જે દેખાતી નથી અને સંભળાતી પણ નથી. પણ એવું કેમ? કારણ કે યુગ એક સ્ત્રીની આત્મા સાથે લગ્ન કરીને આવ્યો છે. તે બધાને એક હાસ્યજનક અને ડરામણી પરિસ્થિતિમાં દોરી જાય છે.

ભૂતપ્રેતમાં રસ ધરાવતી કથા

તો બીજી તરફ એક યુવતી છે. કથા જે યુગને ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે-સાથે હોન્ટેડ જગ્યાઓ અને હોરર શો તથા ભૂતપ્રેતને મળવાની શોખીન છે આવી યુવતી કથા. કથા એટલે કે માનસી રાચ્છ, જેણે સ્ટુન્ડ ઓફ ધી યર સહિતના કલાકારે પોતાનું પાત્ર બરાબર ભજવ્યું છે. ભૂતપ્રેતમાં રસ ધરાવતી કથા અને આત્માને પરણ્યો હોવાનું કહેતો યુગ. જ્યારે ખરેખર આત્માનો સામનો થાય ત્યારે ફિલ્મમાં કેવો વળાંક આવે છે તે માટે તો આ ફિલ્મ જોવી જ રહી.

લોકેશન અને પાત્રોએ લગાવ્યા છે ચાર ચાંદ

ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર તથા લોકેશન ખૂબ જ સરસ રીતે પસંદ કરવામાં આવ્યા છે તે પછી પોળના ઘર હોય કે હોન્ટેડ લાગતો વડલો, પૂર્ણિમાના આગમન સાથે બદલાતો ઘરનો નજારો અને આ બધામાં થોડાં સમય માટે ફિલ્મમાં આવતા ચેતન ધાનાણી તેમજ પૂર્ણિમા બનતા પાત્રએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

ફેમિલી ડ્રામા, હોરર તેમજ કોમેડી ફિલ્મ દર્શકોને કરાવશે મજા

ઓલઓવર તમામ પાત્રોએ પોતાના ફાળે આવતી ભૂમિકાને બરાબર ન્યાય આપ્યો છે પરંતુ કેટલીક જગ્યાએ ફિલ્મ જરા સ્લો થઈ જતી લાગે છે. કેટલાક કલાકારો તેમના ચહેરા પર સંવાદ પ્રમાણે ઇમોશન લાવી શકયા નથી. ચેતન દૈયાની વાર્તા અને સંવાદો જોરદાર છે તો સંજીવ-દર્શન રાઠોડનું મ્યુઝિક છે.

હોરર કોમેડી ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ પ્રકારની ફેમિલી ડ્રામા, હોરર તેમજ કોમેડી ફિલ્મ દર્શકોને ખૂબ મજા કરાવશે. વેલકમ પૂર્ણિમાની વાર્તા, સ્ક્રિપ્ટ અને સંવાદ જાણીતા અભિનેતા ચેતન દૈયાએ લખ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન રિષિલ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતેન કુમાર સાથે હેમ સેવક, માનસી રાચ્છ, હીના જયકિશન, બિંદા રાવલ, મૌલિક ચૌહાણ, ચેતન ધાનાણી અને અન્ય કલાકારો પણ જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">