AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sultan Of Delhi Review: રોમાન્સ, રિવેન્જ અને એક્શનથી ભરપૂર છે ‘દિલ્હીનો સુલતાન’, જાણો કેવી છે તાહિર-મૌનીની વેબ સિરીઝ?

'સુલતાન ઑફ દિલ્હી' શુક્રવારે 13 ઓક્ટોબરે હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન, અનુજ શર્મા, મૌની રોય, અનુપ્રિયા ગોએન્કા લીડ રોલ ભજવી રહ્યા છે. મિલન લુથરિયાના નિર્દેશનમાં બનેલી આ સિરીઝ જોતાં પહેલા 'દિલ્હીના સુલતાન'નો રિવ્યુ વાંચો.

Sultan Of Delhi Review: રોમાન્સ, રિવેન્જ અને એક્શનથી ભરપૂર છે 'દિલ્હીનો સુલતાન', જાણો કેવી છે તાહિર-મૌનીની વેબ સિરીઝ?
Sultan Of Delhi Review in gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 1:52 PM
Share

વેબ સિરીઝ : દિલ્હીના સુલતાન

ડિરેક્ટર : મિલન લુથરિયા

એક્ટર્સ : તાહિર રાજ ભસીન, અનુજ શર્મા, મૌની રોય, હરલીન સેઠી

રિલીઝ : OTT (HOT Star)

રેટિંગ : 3 સ્ટાર

OTT પર ફરી એકવાર ગેંગસ્ટર સિરીઝનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તેમાંથી એક છે મિલન લુથરિયાની ‘સુલતાન ઓફ દિલ્હી’ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મો કરી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારા આ પ્રખ્યાત નિર્દેશક વેબ સિરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. આ જ કારણ છે કે આ સિરીઝે લોકોમાં ઉત્સુકતા જગાડી છે. આ જોયા પછી આપણે કહી શકીએ કે અર્નબ રેના પુસ્તક પર આધારિત ‘દિલ્હીનો સુલતાન’ આપણને જરાય નિરાશ કરશે નહીં.

આ પણ વાંચો : Mission Raniganj Review : અક્ષય કુમારે કોલસાની ખાણમાં ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવ્યા, મિશન રાણીગંજ છે વાસ્તવિક જીવનના હીરો જસવંત સિંહની સ્ટોરી

આમ જોવા જઈએ તો સિરીઝની સ્ટોરી આપણા માટે કંઈ અલગ નથી છતાં પણ તે મિલન લુથરાનું દિગ્દર્શન હોય કે કલાકારોની શાનદાર અભિનય, આ સિરીઝ લોકોને અંત સુધી વ્યસ્ત રાખે છે. આ એક ગેંગસ્ટર ડ્રામા છે જે રોમાન્સ, બદલો અને એક્શનથી ભરપૂર છે.

સિરીઝની સ્ટોરી

પાકિસ્તાનમાં રહેતા અર્જુન ભાટિયા (તાહિર રાજ ભસીન)ની આ વાત કરવામાં આવી છે. વિભાજન દરમિયાન બધું જ ગુમાવ્યા બાદ અર્જુન તેના પિતાનો હાથ પકડીને ભારત આવે છે. પોતાના પિતા સાથે શરણાર્થી શિબિરમાં રહેતો અર્જુન, જેણે સર્વસ્વ ગુમાવવાના આઘાતથી માનસિક સંતુલન ગુમાવી દીધું હોય છે, ત્યારે પોતાના અધિકારો માટે લડતા-લડતા દિલ્હીના અંડરવર્લ્ડનો ‘સુલતાન’ બની જાય છે. ત્યારે આ રસપ્રદ વાર્તા તમને ‘સુલ્તાન ઓફ દિલ્હીમાંમાં જોવા મળી રહેશે.

રાઈટિંગ અને નિર્દેશન

સુપર્ણ વર્મા અને મિલન લુથરિયા લેખનની બાબતમાં ઘણી જગ્યાએ નિરાશ કરે છે, તેમ છતાં તેઓ ડાયરેક્શનની બાબતમાં ફરિયાદ કરવાની જરાય તક આપતા નથી. મિલન લુથરિયા સાથે કો-રાઈટર સુપર્ણ પણ આ સિરીઝના ડિરેક્ટર છે. ‘દિલ્હીનો સુલતાન’ ઝડપી ગતિએ આગળ વધે છે. તેથી જ આ વાર્તામાં આગળ શું થવાનું છે તે જાણવા માટે દર્શકો હંમેશા ઉત્સુક રહે છે.

(Credit Source : Disney+Hotstar)

મિલન ‘ગેંગસ્ટર સિરીઝ’ કરવામાં એક્સપર્ટ છે. તેણે જે રીતે ગુનાખોરીની દુનિયાને આપણી સમક્ષ રજૂ કરી છે તે લોકોને આશ્ચર્યમાં મુકી દે છે. તેણે આ પાત્રો પર જે મહેનત કરી છે તે સ્ક્રીન પર સ્પષ્ટપણે જોવા મળે છે.

એક્ટિંગ

તાહિર રાજ ભસીને ‘અર્જુન ભાટિયા’ના પાત્રને લઈને છવાઈ ગઈ છે. તેમણે અર્જુનના વ્યક્તિત્વમાં આવેલા ફેરફારોને ખૂબ સારી રીતે દર્શાવ્યા છે. આ પહેલા પણ તાહિર ‘યે કાલી કાલી આંખે’ જેવી સીરિઝમાં પોતાનું ટેસેન્ટ બતાવી ચૂક્યો છે. પરંતુ ‘અર્જુન ભાટિયા’ તેના દ્વારા ભજવવામાં આવેલા અન્ય પાત્રોથી સંપૂર્ણપણે સાવ અલગ જ તરી આવે છે અને તેણે આ પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.

(Credit Source : Sujata tawde)

સિનેમેટોગ્રાફી, Music અને ટેકનોલોજી

‘દિલ્હીનો સુલતાન’ વર્ષ 1947 થી 1962ના સમયને આમાં બતાવવામાં આવ્યો છે અને વિષ્ણુ રાવે તેની સિનેમેટોગ્રાફી દ્વારા વાર્તા સુંદર રીતે રજૂ કરી છે. વિષ્ણુ રાવે ‘ભૂતનાથ’થી લઈને ‘ધ બિગ બુલ’ અને ‘દહાડ’ સુધીની ઘણી ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. આ સિરીઝમાં પણ તેણે એક અલગ જ દુનિયાને ખૂબ જ ઉત્સાહથી આપણી સમક્ષ રજૂ કરી છે. આખી વાર્તા ‘વાર્મ ટોન’માં બતાવવામાં આવી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખરાબ નથી. એડિટિંગને કારણે ફિલ્મ વધુ ઈન્ટરેસ્ટિંગ બને છે.

કોને ગમી શકે આ વાર્તા

જો તમને ક્રાઈમ કે ગેંગસ્ટર ડ્રામા ગમે છે, તો દિલ્હીનો સુલતાન ચોક્કસ જોવી જોઈએ અને આ સિરીઝ જોઈને તમને જરાય કંટાળો નહીં આવે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">