Shabaash Mithu Movie Review: મહિલા ક્રિકેટના પડકારો અને મિતાલી રાજની જુસ્સાની વાર્તા છે શાબાશ મિથુ, જાણો કેવી છે તાપસી પન્નુની ફિલ્મ

મિતાલી રાજે જુસ્સા અને લગન સાથે પોતાનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કર્યું અને વુમન ઈન બ્લુને આગળ લઈ ગઈ. જાણો કેવી છે તેની બાયોપિક 'શાબાશ મિથુ'ની (Shabaash Mithu) સ્ટોરી.

Shabaash Mithu Movie Review: મહિલા ક્રિકેટના પડકારો અને મિતાલી રાજની જુસ્સાની વાર્તા છે શાબાશ મિથુ, જાણો કેવી છે તાપસી પન્નુની ફિલ્મ
Shabaash Mithu Movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 1:41 PM

ફિલ્મ: શાબાશ મિથુ કાસ્ટ: તાપસી પન્નુ, વિજય રાઝ, શિલ્પા મારવાહ, ઇનાયત વર્મા, કસ્તુરી જગનામ, બૃજેન્દ્ર કાલા લેખક: પ્રિયા એવેન નિર્દેશક: સૃજીત મુખર્જી નિર્માતા: વાયાકોમ 18 સ્ટુડિયો રેટિંગ: 2.5/5

Shabaash Mithu Review: તાપસી પન્નુ (Taapsee Pannu) સ્ટાટર ફિલ્મ શાબાશ મિથુ (Shabaash Mithu) થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી મિતાલી રાજની (Mithali Raj) આ બાયોપિકનું સૃજીત મુખર્જીએ ડાયરેક્શન કર્યું છે. ફિલ્મમાં ભરતનાટ્યમના એક મંત્ર દ્વારા ખાસ સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી છે. યતો હસ્તઃ તતો દૃષ્ટિ, યતો દૃષ્ટિ તતો મનઃ, યતો મનઃ તતો ભાવઃ, યતો ભાવઃ તતો રસઃ એટલે કે જ્યાં હાથ છે ત્યાં નજર હોવી જોઈએ. જ્યાં નજર છે ત્યાં મન હોવું જોઈએ. જ્યાં મન હશે ત્યાં ભાવ હશે અને ભાવ હશે તો જ રસ આવશે. ફિલ્મ મુજબ મિતાલીએ પણ તેને ફોલો કરે છે અને આજે તે એક મહાન ક્રિકેટર છે. તાપસી પન્નુની આ બાયોપિક ફિલ્મ કેવી છે. હવે તે જાણો.

શું છે શાબાશ મિથુની વાર્તા?

જેમ તમે જાણો છો આ ફિલ્મ એક બાયોપિક છે અને તેનું સંપૂર્ણ ધ્યાન ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પર છે. ફિલ્મની વાર્તા તાપસી પન્નુની એક ઝલકની સાથે હૈદરાબાદના ચાર મિનાર સીનથી શરૂ થાય છે. જે બાદ મિતાલી રાજનું બાળપણ બતાવવામાં આવ્યું છે. બાળપણમાં મિતાલી રાજ ભરતનાટ્યમ શીખે છે અને તેની મુલાકાત નૂરીથી થાય છે. જે પછીથી મિતાલી રાજ માટે પ્રેરણા બની જાય છે. નૂરીને પણ ક્રિકેટનો શોખ છે, પરંતુ તે મિતાલી દ્વારા પોતાના સપના પૂરા કરે છે.

આ પણ વાંચો

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે નૂરી સાથેની દોસ્તી મિતાલી રાજને જીવનનો નવો નજરિયો આપે છે. થોડા જ સમયમાં બંને સારા મિત્રો બની જાય છે. જે બાદ છુપાયને ક્રિકેટ રમવાનું શરૂ કરે છે. આ દરમિયાન કોચ સંપતની ભૂમિકા ભજવી રહેલા વિજય રાજની નજર ​​તેના પર પડે છે અને તે મિથુને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેંચીને લાવે છે. અહીંથી મિતાલીની ટ્રેનિંગ શરૂ થાય છે. તમામ મુશ્કેલીઓના બળ પર મિતાલીની નેશનલ માટે પસંદગી થાય છે. જે બાદ મિતાલી મહિલા ક્રિકેટ બોર્ડમાં જાય છે. અહીં તેને અલગ ચેલેન્જ મળે છે. એક સમયે મિતાલી હાર માની લે છે અને તેના ઘરે પાછી આવે છે. જે પછી તે ફરી પાછી ફરે છે અને ટીમને 2017 વિશ્વ કપમાં લઈ જાય છે. પરંતુ ઈંગ્લેન્ડમાં ડેબ્યૂ દરમિયાન તેના કોચ સંપથનું નિધન થઈ જાય છે. પરંતુ તે ખૂબ જ મુશ્કેલીથી સંભાળે છે અને તેની નબળાઈને હિંમતમાં ફેરવે છે.

ફિલ્મમાં મહિલા ક્રિકેટની હાલત દેખાડવામાં આવી

આ ફિલ્મ મિતાલી રાજની બાયોપિક છે, પરંતુ તેમાં મહિલા ક્રિકેટના પડકારો વિશે પણ જણાવવામાં આવ્યું છે. કેવી રીતે મહિલા ક્રિકેટની ન તો પોતાની કોઈ ઓળખ છે અને ન તો તેની પાસે ઓળખ બનાવવા માટે પૈસા છે. આ ફિલ્મમાં ક્રિકેટ એસોસિએશન સાથે મહિલા ક્રિકેટના મર્જર વિશે બતાવવામાં આવ્યું છે. જે લાઈમલાઈટ પુરુષ ક્રિકેટને મળે છે, તે મહિલા ક્રિકેટને મળતી નથી. ફંડના અભાવે વર્ષમાં માત્ર 3 કે 4 મેચો જ થાય છે. પરંતુ મિતાલી રાજે જે જોશ અને લગનથી પોતાનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કર્યું અને વુમન ઈન બ્લુને આગળ લઈ ગઈ, એ જ ઈમોશન્સ સાથે જ આ ફિલ્મ પણ બની છે. શું તમે મિતાલી રાજની જિંદગી વિશે જાણીને ઉત્સાહિત થશો?

ફિલ્મમાં ક્યાં રહી ગઈ છે ખામી?

આ ફિલ્મ જુસ્સા અને લગનની વાર્તા છે, પરંતુ ફિલ્મમાં ઘણી ખામીઓ પણ છે. ફિલ્મની સૌથી મોટી ખામી તેની ધીમી ગતિ છે. ફિલ્મ જોયા પછી તમને લાગશે કે કડીઓ બિલકુલ કનેક્ટ થઈ રહી નથી. તે પછી ડાયરેક્ટર સૃજીત મુખર્જીએ વર્લ્ડ કપ બતાવવામાં કોઈ મહેનત કરી ન હતી. ઓરિજિનલ ફૂટેજને ફાસ્ટ ફોરવર્ડ કરીને આખો ક્રિકેટ વર્લ્ડ કપ બતાવવામાં આવ્યો છે. મિતાલી રાજ સખત મહેનત પછી ભારત ફાઈનલમાં પહોંચે છે, પરંતુ તે જીતી શકતી નથી. વર્લ્ડ કપ પૂરો થયા પછી ફિલ્મ પણ પૂરી થાય છે, વચ્ચે તાપસીના સીન અજીબ લાગે છે.

તાપસી પન્નુ અને સપોર્ટિંગ કાસ્ટે ફિલ્મમાં તેમના પાત્રને જીવંત બનાવવાની બેસ્ટ કોશિશ કરી છે. આ ફિલ્મ તમને ફર્સ્ટ હાફ સુધી જકડી રાખે છે, બીજા હાફમાં વસ્તુઓ ઝડપથી આગળ વધે છે. ક્રિકેટના કારણે આ ફિલ્મ જોનારાઓ નિરાશ થશે.

g clip-path="url(#clip0_868_265)">